Connect Gujarat
ગુજરાત

નર્મદા : OBC મોરચા-BJPની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી, મોરચાના અધ્યક્ષ ડો. કે. લક્ષ્મણ રહ્યા ઉપસ્થિત.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટી OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટી OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય OBC મોરચાના અધ્યક્ષ ડો. કે. લક્ષ્મણ, રાજ્યસભાના સાંસદ અરૂણસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કેવડિયાની ધી ફર્ન હોટલ ખાતે ભારતીય જનતા પાર્ટી OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાય હતી. આ બેઠકમાં 150 જેટલા વિવિધ રાજ્યોના OBC મોરચાના અધ્યક્ષો, મહામંત્રીઓ, રાજ્યસભા અને લોકસભાના સભ્યો, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પહેલા દિવસે આગેવાનોએ નોંધણી કરી કેવડિયા પ્રવાસન સ્થળો પર પહોંચ્યા હતા.

આ અવસરે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. કે. લક્ષ્મણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા OBC સમાજ માટે ઘણી બધી યોજના અમલમાં મુકવામાં આવી છે. OBC સમાજના ઉત્થાન માટે વડાપ્રધાને કામ કર્યું છે. એ જ કામને લઈને સમગ્ર OBC સમાજ BJP સાથે છે. ઉપરાંત કેન્દ્રમાં સૌથી વધુ મંત્રી પણ OBC સમાજના જ છે. આ સાથે જ વિકાસના કામો લઈને આવનારી ચૂંટણીમાં લોકો વચ્ચે જઈશું અને સારામાં સારું પ્રદર્શન કરીશું. સાથે જ આગામી ચૂંટણીમાં તમામ 5 રાજ્યોમાં BJP બહુમતીથી જીત મેળવી સરકાર બનાવશે તેમ જણાવ્યુ હતું.

Next Story