Connect Gujarat
ગુજરાત

નર્મદા: પોલીસની વરદી પહેરી યુવાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જમાવ્યો રોફ, પછી શું થયું જુઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોફ જમાવવાનું ભારે પડ્યું, પોલીસની વરદી પહેરી રોફ જમાવતા યુવાનની ધરપકડ.

X

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પોલીસની વરદી પહેરી રોફ જમાવતા યુવાન સહિત સુરતના 5 યુવાનોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી દર સોમવારે મેઈન્ટેન્ન્સ માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. ત્યારે ગતરોજ પ્રોજેક્ટ બંધ હોવા છતાં સુરતથી 5 જેટલા યુવાનો વડોદરા કામ અર્થે આવ્યા હતા. તેમને વચ્ચે આવતા નર્મદા જિલ્લાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની ઈચ્છા થઈ. સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવાની વાતથી અજાણ કામ પૂર્ણ થતાં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવી પહોંચ્યા હતા.

એસ.આર.પી 18 ગ્રુપ પોલીસે એમને અંદર ઘુસવા ન દેતા એ યુવાનો પૈકીના અમિત સિંગે પોલીસનો નકલી ડ્રેસ પહેરી પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી.પોલીસની પૂછતાછમાં અંતે એણે પોતે પોલીસ ન હોવાનું કબુલ્યું હતું. કેવડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.કેવડિયા ડી.વાય.એસ.પી વાણી દુધાતે જણાવ્યું હતું કે વાગડીયા નજીક એસ.આર.પી 18 ના જવાનો વાહન ચેકીંગ કરી રહ્યાં હતાં ત્યારે કાર રોકી ચેકીંગ હાથ ધર્યું હતું.

એ કારમાં 4 થી 5 યુવાનો માંથી એક યુવાન પોલિસનો ડ્રેસ પહેરીને બેઠો હતો એની પાસે આઈ.કાર્ડ માંગ્યું હતું એ ન આપતા એની પર શંકા જતા તેની સાથે અન્ય યુવાનોએ પોલીસને કહ્યુ હતુ કે તેણે નકલી ડ્રેસ પહેર્યો છે. આ મામલે 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી મોબાઈલ અને કાર જપ્ત કર્યા છે.

Next Story