નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં સૌપ્રથમવાર 75 ફૂટ ઉંચા પોલ ઉપર 21 ફુટ લાંબો અને 14 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ સાંસદ મનસુખ વસાવાના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો, ત્યારે રાજપીપળાને ભેટ સ્વરૂપે મળેલો આ વિશાળ તિરંગો શહેરની સુંદરતામાં પણ વધારો કરી રહ્યો છે.
ભારત દેશમાં દિલ્હી, મુંબઈ અને ગુજરાતમાં વડોદરા સહીતના મોટા શહેરોમાં મોટા કદનો તિરંગો લહેરાય રહ્યો છે. અત્યાર સુધીમાં મોટા કદના 21 જેટલા તિરંગા વિવિધ સ્થળો પર લગાડવામાં આવ્યા છે, ત્યારે હવે 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે સૌપ્રથમવાર 75 ફૂટ ઉંચા પોલ ઉપર 21 ફુટ લાંબો અને 14 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજને સાંસદ મનસુખ વસાવાના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો.
શહેરમાં વિજયસિંહજી મહારાજાની બિરાજમાન પ્રતિમા નજીક આ વિશાળ રાષ્ટ્રધ્વજ સમગ્ર રાજપીપળાની શોભા વધારી રહ્યો છે, ત્યારે આ વિશાળ તિરંગો લહેરાવાથી રાજપીપળા શહેરની સુંદરતામાં પણ વધારો થયો છે.