નર્મદા : મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે પોતાના સ્વપ્નને સાકાર કરતી રાજપીપળાની શીતલ...

રાજપીપળાની યુવતીએ કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે તે પોતાના સ્વપ્નને સાકાર કરી રહી છે.

New Update
નર્મદા : મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે પોતાના સ્વપ્નને સાકાર કરતી રાજપીપળાની શીતલ...

નર્મદા જિલ્લાના રાજપીપળાની યુવતીએ કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે તે પોતાના સ્વપ્નને સાકાર કરી રહી છે.

Advertisment

કોરોનાએ દુનિયા બદલી નાખી, ત્યારે આ મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજન પણ ગુમાવ્યા છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ અનેક લોકો માટે સ્વજનની ભૂમિકા ભજવી છે. નર્મદા જિલ્લાના રાજપીપળાના લાભાર્થી શીતલ નર્સિંગ કોલેજમાં બી.એસ.સીનો અભ્યાસ કરે છે. કોરોના કાળમાં તેણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ છત્રછાયા ગુમાવ્યા બાદ તેને હતું કે, નબળી આર્થિક સ્થિતિને પગલે તે વધુ અભ્યાસ નહીં કરી શકે. પણ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે તે પોતાના સ્વપ્નને સાકાર કરી રહી છે.

કોવીડમાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવી રહી છે, જેથી તે બાળકો તેમનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે. તેવામાં રાજપીપળાની લાભાર્થી બેન શીતલ જેમ આજે રાજ્યમાં અનેક લાભાર્થીઓ સરકારના સાથથી એક બહેતર જીવન જીવી રહ્યા છે. આ કિસ્સો દર્શાવે છે કે, લોકશાહીમાં પણ સરકાર કેવી રીતે નાગરિકની સાચા અર્થમાં સાથી બની રહે છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: વાલિયા પોલીસ દ્વારા અસામાજિક તત્વોના ઘરે વીજ મીટરની ચકાસણી કરાય, રૂ.2 લાખ સુધીનો દંડ વસુલ કરાયો !

ભરૂચ જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોનુ લિસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય

New Update
IMG-20250521-WA0029
ભરૂચ જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોનુ લિસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય જે આધારે વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેઓના ઘરે વિજ કનેકશન બાબતે તપાસ કરવા માટે DGVCLના અધિકારીઓની ટીમ સાથે રાખી વાલીયા પોલીસ સ્ટેશનના અસામાજીક તત્વો જેમા ભાવેશભાઇ ભગુભાઇ વસાવા રહે ભરાડીયા તા. વાલીયા જી.ભરૂચ, વિક્કી ઉર્ફે વિકાશ ઉર્ફે વિકેશભાઇ રવિદાસભાઇ વસાવા રહે.ભમાડીયા તા-વાલીયા જી-ભરૂચ, સુનીલ ઉર્ફે સુખી ઉર્ફે ગટી મનહરભાઇ વસાવા રહે.ભમાડીયા તા.વાલીયા જી.ભરૂચ, લાલુભાઇ ઉર્ફે માયા ડોન અંબુભાઇ વસાવા રહે. ચમારીયા ગામ તા.વાલીયા જી.ભરૂચ, સતનામ ઉર્ફે ધર્મેશભાઇ નારસિંગભાઇ વસાવા રહે. વાલીયા હનુમાન ફળીયુતા. વાલીયાના ઘરે પોલીસ ટીમ સાથે DGVCL ના અધિકારીઓએ વિજ કનેકશન બાબતે ચેકીંગ કરતા તેઓના મકાનમાં વીજ અંગેની ગેરરીતિ બહાર આવી હતી.આથી પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેઓ પાસે રૂ.2 લાખ સુધીનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
Advertisment
Latest Stories