Connect Gujarat
ગુજરાત

નર્મદા : કૉંગ્રેસ પ્રમુખ તરીકે રિપિટ થયેલા આ નેતા છે 'આમ આદમી,' હજુ પણ ચલાવે છે પારિવારીક વ્યવસાય

રાજકારણ માં સરપંચની કે તાલુકા પંચાયતની ચૂંટણી પણ જીતનાર ઉમેદવાર વૈભવી ઠાઠ થી ફરતો થઇ જાય અને મોંઘી કાર અને મોટા બંગલા માં રહેતો થઇ જાય છે

X

રાજકારણ માં સરપંચની કે તાલુકા પંચાયતની ચૂંટણી પણ જીતનાર ઉમેદવાર વૈભવી ઠાઠ થી ફરતો થઇ જાય અને મોંઘી કાર અને મોટા બંગલા માં રહેતો થઇ જાય છે જયારે એક ગરીબ વાળંદ પરિવારનો દીકરા હરેશભાઇ વાળંદને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે છતાં પણ પોતાનો વડીલો પાર્જિત ધંધો કરી આજે પણ કોંગ્રેસ સંગઠન અને લોકોના કામો કરી રહયા છે.

નર્મદા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદને કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા બીજી ટર્મ માટે પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રિપીટ કર્યા છે ત્યારે છેલ્લા 22 વર્ષ થી તેઓ કોંગ્રેસમાં સક્રિય છે અને સતત કામગીરી કરતા રહે છે આજે પણ તેઓ કોંગ્રેસની કામગીરી કરવા પ્રજા વચ્ચે રહે છે અને પોતાની હરેશ હેર આર્ટ દુકાનને જ ઓફિસ બનાવી લોકોના કામો કરે છે. નથી તેમને આટલા મોટા હોદ્દાનો ઘમંડ કે નથી કોઈ ગાડી બંગલાનો શોખ બસ એક જિલ્લા સંગઠનના આધ્યક્ષ હોવા છતાં કાર્યકર તરીકેની કામગીરી સાંભળી રહ્યા છે. અને પોતાના વિસ્તારમાંથી હમેંશા કોંગ્રેસને લીડ અપાવે છે.

હરેશ વાળંદની રાજકીય કારકીર્દીની વાત કરીએ તો 2000 માં જિલ્લા પંચાયત ની ચૂંટણી લડીને સભ્ય બની નર્મદા જિલ્લા પંચાયતના વહીવટ માં જોડાયા હતા. તે દરમ્યાન 2003 માં જિલ્લા કોંગ્રેસ સેવાદળ ના મુખ્ય સઁયોજક પણ બન્યા, 2005 માં વેસ્ટર્ન રેલવે સલાહકાર સમિતિમાં ડિરેક્ટર તરીકે બે વર્ષ સેવા આપી, 2018 માં તેઓને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી ત્યારે તેઓએ ધારાસભ્ય પી.ડી.વસાવા સને કાર્યકરો સાથે કોરોના કાળમાં સેવાભાવી કામગીરી કરી હતી. જેમની કામગીરી જોતા કોંગ્રેસ હાઈ કમાન્ડે તેમને રિપીટ કરી પુનઃ જિલ્લા પ્રમુખ તરીકે ચાલુ રખાયા છે.

Next Story