નર્મદા : નાંદોદના પ્રતાપનગરથી ડ્રોન ટેકનોલોજી દ્વારા દવા છંટકાવની યોજનાનો પ્રારંભ, ખેડૂતોને મળશે સબસિડી

નર્મદા જિલ્લામાં પ્રથમ વખત નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં ગુજરાત સરકારની ખેડૂતલક્ષી અધ્યતન ડ્રોન ટેકનોલોજથી ખાતરનો શેરડીના પાકમાં છંટકાવ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.

New Update

ગુજરાત સરકારની ખેડૂતલક્ષી અધ્યતન ડ્રોન ટેકનોલોજી સંચાલિત નર્મદા જિલ્લામાં પ્રથમ વખત નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં યુરિયા ખાતરનો શેરડીના પાકમાં છંટકાવ કરવામાં આવ્યો હતો. ખેડૂતો નેનો યુરિયા, પાક સરંક્ષકો તથા અન્ય FCO માન્ય પ્રવાહી ખાતર, જૈવિક ખાતરોના ખેતરમાં ઓછા સમયમાં પાકની અલગ-અલગ અવસ્થામાં છંટકાવ કરી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં પ્રારંભિક તબક્કામાં આ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી 600 રૂપિયા પ્રતિ એકરનો ખર્ચ થાય છે, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ એકર દીઠ 90 ટકા એટલે કે રૂપિયા 500 ની સબસિડી પણ આપવામાં આવશે.

આ ટેકનોલોજીથી ખેડૂતોનો સમય, ઉર્જા અને કૃષિ ખર્ચમાં બચત થશે. સાથોસાથ કૃષિમાં સમૃદ્ધિ માટે યાંત્રિકીકરણને પણ પ્રોત્સાહન મળી રહેશે. ડ્રોન ટેક્નોલોજીના પ્રારંભે નાંદોદ તાલુકાના પ્રતાપનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ, ગામના તેમજ આસપાસના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories