/connect-gujarat/media/post_banners/f5e420d09820fb0b0ada307c2f96f85848cf2af1d7c58d6890950343d323b001.webp)
આવતીકાલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટસિટી 2 ખાતે રાજ્ય સરકારની ત્રી દિવસીય 19થી 21 મે દરમ્યાન ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે.આવતીકાલે સાંજે 4 વાગે ચિંતન શિબિરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે જેમાં રાજ્ય સરકારનું આખું મંત્રીમંડળ,સચિવો,અગ્રસચિવો, જિલ્લાના કલેકટર,ડી ડીઓ,મહાનગરના કમિશનરો અને ખાતાના વડાઓ સહિત 230 જેટલા મહાનુભાવો જોડાશે.ચિંતન શિબિરમાં મુખ્ય પાંચ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
જેમાં આરોગ્ય અને પોષણ,શહેરીકરણ અને માળખાકીય વિકાસ,સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ અને તાલીમ અને ક્ષમતા નિર્માણ,શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ ક્ષમતાનિર્માણ જેવા વિષયો પર ચિંતન કરવામાં આવશે.શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ પ્રત્યેક ગ્રુપમાં 45 એમ પાંચ ગ્રુપના ચર્ચા સત્રો યોજાશે