Connect Gujarat
ગુજરાત

નર્મદા: સુગર ફેક્ટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ,9 લાખ મેટ્રિક ટન પીલાણનો લક્ષ્યાંક

નર્મદા સુગર ફેક્ટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે 9 લાખ ટન શેરડી પીલાણનો લક્ષ્યાંક

X

નર્મદા સુગર ફેક્ટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે 9 લાખ ટન શેરડી પીલાણનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે

નર્મદા જિલ્લાની એક માત્ર સુગર ફેકટરીમાં આજ થી શેરડી પીલાણની શરૂઆત કરવામાં આવી છે.અત્યારસુધી નર્મદા સુગર ફેક્ટરીને 20 જેટલા એવોર્ડ મળ્યા છે.હાલમાં જ દેશની તમામ સુગર ફેકટરીમાંથી બેસ્ટ ફાયનાન્સ મેનેજમેન્ટનો પ્રથમ એવોર્ડ નર્મદા સુગર ફેકટરીને મળ્યો છે.નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોનું પેમેન્ટ ચેક દ્વારા કરવામાં આવે છે.આ વર્ષે સુગર ફેકટરી 9 લાખ ટન શેરડીનું પીલાણ કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે દરેક સુગર ફેક્ટરી ઇથેનોલ બનાવે તો આ વર્ષે નર્મદા સુગર ફેક્ટરી દોઢ લાખ લીટર કરતા પણ વધુ ઇથેનોલ બનાવવાનો નીર્ધાર કર્યો છે.

Next Story