Connect Gujarat
ગુજરાત

નર્મદા : જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા અંગે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને શિક્ષક સંઘની રજૂઆત...

નર્મદા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કુબેર ડીંડોરને જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

X

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર આજે નર્મદા જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા, ત્યારે નર્મદા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કુબેર ડીંડોરને જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર આજે નર્મદા જિલ્લાની મુલાકાતે આવી પહોચતા નર્મદા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અંગે રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં આવે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોને શૈક્ષણિક કાર્ય ઉપરાંતની વધારાની કામગીરી બંધ કરવામાં આવે તે બાબતે પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે શિક્ષણ મંત્રીએ જ્ઞાન સહાયકોની ભરતી બાબતે જણાવ્યું હતું કે, હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા છે, અને આવનારા સમયમાં રેગ્યુલર ભરતી પણ કરવામાં આવશે.

જોકે, સરકારમાં જે પ્રમાણે પોલિસી બનશે તે પ્રમાણે ભરતી કરવામાં આવશે તેવું પણ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યુ હતું. હાલમાં જ્ઞાન સહાયકો માટે પ્રાઈમરીના શિક્ષકો માટે 21 હજારનું પગાર ધોરણ છે, જ્યારે માધ્યમિક માટે 24 હજારનું પગાર ધોરણ છે, અને 26 હજાર ઉચ્ચત્તર માધ્યમિક માટેનું પગાર ધોરણ છે. આ સાથે જ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જ્ઞાન સહાયક ભરતી બાબતે જણાવ્યું હતું કે, જે વિડિઓ વાયરલ થયો છે, જેમાં આખો વિડિઓ કોઈએ મીડિયામાં આપ્યો નથી. જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે. રેગ્યુલર ભરતી પણ કરવામાં આવશે સરકાર માં જે પોલિસી બનશે તે પ્રમાણે ભરતી કરવામાં આવનાર છે.

Next Story