Connect Gujarat
ગુજરાત

નર્મદા : કેવડીયાના જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનોનું "આગમન, પ્રાણીઓના પરિવારમાં થયો વધારો.

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓના પરિવારમાં સતત વધારો થઈ રહ્યો છે,

X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓના પરિવારમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અલ્પાકા સહિતના અન્ય પ્રાણી બ્લેક સ્વાન, કોટન ટોપ ટેમરિન અને સ્પિરલ મન્કીના પરિવારમાં પણ બચ્ચાઓનો જન્મ થયો છે.

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કના ખાસ આકર્ષણોમાં જેનો સમાવેશ થાય છે, તેવા પ્રાણીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જંગલ સફારીમાંથી આવા જ એક આનંદના સમાચાર સામે આવ્યા છે. અહીં વસી રહેલા દક્ષિણ અમેરિકાના અલ્પાકાને ત્યાં થોડા દિવસ અગાઉ બચ્ચાને જન્મ આપવામાં આવ્યો હતો, ત્યારે હવે અહીના અન્ય પ્રાણી જેવા કે, બ્લેક સ્વાન, કોટન ટોપ ટેમરિન અને સ્પિરલ મન્કીના પરિવારમાં પણ બચ્ચાઓનો જન્મ થયો છે.

ગુજરાત માટે નવલા નજરાણા તરીકે વિકસિત થયેલ કેવડીયાના જંગલ સફારી પાર્ક માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું પણ સ્થળ બન્યું છે. સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતના કારણે આ સ્થળે પ્રાણીઓના પ્રજનન, ગર્ભાધાન અને બાળ જન્મ પણ શક્ય બન્યા છે. અહીના જંગલ સફારી પાર્કનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે.

Next Story