નર્મદા : પોઈચા નર્મદા નદીમાં ગરકાવ 7 લોકો પૈકી એક યુવકનો મૃતદેહ 19 કલાક બાદ મળી આવ્યો, 6 મૃતદેહની શોધખોળ યથાવત

મૃતદેહ જોતા ભાવેશ વલ્લભભાઈ હડિયાનો હોવાનું માલુમ પડ્યું છે. જોકે, હજી 6 લોકોના મૃતદેહની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.

New Update
નર્મદા : પોઈચા નર્મદા નદીમાં ગરકાવ 7 લોકો પૈકી એક યુવકનો મૃતદેહ 19 કલાક બાદ મળી આવ્યો, 6 મૃતદેહની શોધખોળ યથાવત

પોઈચા ખાતે 8 પ્રવાસીઓના પાણીમાં ડૂબવાનો મામલો

પાણીમાં ગરકાવ 8 પૈકી એક વ્યક્તિનો આબાદ બચાવ

પાણીમાં અન્ય 7 લાપતા લોકોની શોધખોળ હાથ ધરાય

ઘટનામાં 19 કલાક બાદ 1 યુવકનો મૃતદેહ હાથ લાગ્યો

પાણીમાં ગરકાવ અન્ય 6 મૃતદેહની શોધખોળ યથાવત

નર્મદા જિલ્લાના પોઈચા ખાતે સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓ નર્મદા નદીના પાણી ગરકાવ થતાં આજે 19 કલાક બાદ એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો, જ્યારે અન્ય લાપતા 6 લોકોની શોધખોળ યથાવત રાખવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, સુરત ખાતે રહેતા 8 પ્રવાસીઓ નર્મદા જિલ્લાના પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઈચા ખાતે નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા.

આ દરમ્યાન 3 નાના બાળકો સહિત 8 પ્રવાસીઓ પાણીમાં ગરકાવ થયા હતા. જોકે, બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા માટે પાણીમાં કુદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં 3 નાના બાળકો હતા. જેમાં સ્થનિકોએ એક વ્યક્તિને પાણીમાં ડૂબતા આબાદ બચાવ્યો હતો. જોકે, હજુ 7 લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ગઈકાલે 12 વાગ્યાથી અત્યાર સુધી 7 તમામ લાપતા હતા. NDRF, સ્થાનિક નાવિકો અને વડોદરા ફાયર ટીમને બોલવામાં આવી હતી. નર્મદા નદીમાં નેટ નાખી પણ કોઈ મળ્યું ન હતું. રાત્રિના 9 વાગે શોધખોળ બંધ કરી દેવામાં હતી. 19 કલાક બાદ પણ લાપતા 7 વ્યક્તિઓનો કોઈ પત્તો ન લાગતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. જોકે, આજે સવારે 8 વાગ્યાના તમામ ટીમો દ્વારા ફરી શોધખોળ શરૂ દેવામાં આવી હતી, ત્યારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ જોતા ભાવેશ વલ્લભભાઈ હડિયાનો હોવાનું માલુમ પડ્યું છે. જોકે, હજી 6 લોકોના મૃતદેહની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.

Latest Stories