Connect Gujarat
ગુજરાત

નર્મદા : છેલ્લા 121 વર્ષથી અંકલેશ્વર રાજપીપલા વચ્ચે દોડી રહેલી ટ્રેન સેવા બંધ, સ્થાનિક વેપારીઓની મુશ્કેલી વધી

રાજપીપળા અંકલેશ્વર જે 2013 માં ચાલુ કરવામાં આવેલ બ્રોડગેજ રેલ ને પણ બંધ કરાતા સ્થાનિકો સહિત નેતાઓ નિરાશ થયા છે .

X

રાજપીપળા અંકલેશ્વર જે 2013 માં ચાલુ કરવામાં આવેલ બ્રોડગેજ રેલ ને પણ બંધ કરાતા સ્થાનિકો સહિત નેતાઓ નિરાશ થયા છે .રાજપીપળા અંકલેશ્વર રેલ ખોટ ખાઈ રહી છે સરકારનું કહેવું છે.

રાજપીપળાના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને સુવિધા માટે કેવડિયા કોલોની ખાતે કરોડો રૂપિયાના ખર્ચે સુવિધાથી સજ્જ ગ્રીન રેલ્વે ભવન બનાવવામાં આવ્યું હતું અને જ્યાં કાશ્મીર થી કન્યાકુમારી સુધી વિવિધ ઝડપી ટ્રેન દોડતી કરવામાં આવી હતી પરંતુ જિલ્લાના મથક રાજપીપળા થી અંકલેશ્વર ટ્રેન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. આ લાઈન નેરોગેજમાંથી બ્રોડગેજ કરવા સરકારે 800 કરોડો ખર્ચ કર્યો પણ ફાટકો ન બનાવતા આ ટ્રેનસેવા શોભાના ગાંઠિયા સમાન બની ગઇ છે ત્યારે સરકાર દ્વારા હવે ખોટનું બહાનું ધરી ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. અહીંના સ્થાનિકો અને વેપારી મંડળો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ રેલવે ચાલુ કરવામાં આવે તો રાજપીપલાના સ્થાનિકોની રોજગારી પણ વધે બાકી શહેરવાસીઓને અન્ય જિલ્લામાં રોજગારી માટે હિજરત કરવી પડશે.

છેલ્લા 121 વર્ષ થી અંકલેશ્વર રાજપીપલા વચ્ચે ટ્રેન દોડે છે પરંતુ એકાએક ટ્રેન સેવા બંધ થતાં રાજપીપળા શહેરના વિવિધ વેપારી મંડળ પણ રેલ બંધ થતા મુસીબતમાં મુકાયા છે. જોકે આ અંગે પૂર્વ રેલ મંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પણ જણાવ્યું હતું કે ખોટ કરતી સરકારે 11 ટ્રેનો રાજ્યની બંધ કરી છે. જેમાં એક રાજપીપલા અંકલેશ્વરની પણ છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે એટલે કે રાજપીપળાથી કેવડિયા લાઈન જોડાય અને ત્યાંથી સીધી અંકલેશ્વર થઇ મુંબઈ જાય એવી રજૂઆત હું સરકારમાં કરવાનો છું સાથે જ આ લાઈનથી રાજપીપળા અંકલેશ્વર રેલવે લાઈન અપગ્રેડ થાય અને ફાસ્ટ ટ્રેનો દોડે એવા પ્રયત્ન કરવામાં આવશે.

Next Story