Connect Gujarat
ગુજરાત

નર્મદા: ગ્રામપંચાયતની ચૂંટણીમાં થશે વોકીટોકીનો ઉપયોગ, જુઓ ઇન્ટરનેટના જમાનામાં શા માટે તંત્રએ લેવો પડ્યો આ નિર્ણય

ગુજરાતનો સીમાડો ગણાતો અને સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો એટલે નર્મદા જીલ્લો, જેની ભૌગોલિક વિસ્તારનો 44 ટકા વિસ્તાર જંગલ વિસ્તાર છે

X

ગુજરાતનો સીમાડાનો આદિવાસી બહુમૂલ ધરાવતા નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારોમાં નેટવર્કના ધાંધીયા હોવાથી આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે વોકિટોકીનો ઉપયોગ કરાશે, જેને લઈને અધિકારીઓને તાલીમ પણ આપવામાં આવી છે. ગુજરાતનો સીમાડો ગણાતો અને સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો એટલે નર્મદા જીલ્લો, જેની ભૌગોલિક વિસ્તારનો 44 ટકા વિસ્તાર જંગલ વિસ્તાર છે અને આ જીલ્લામાં સાતપુડા અને વિંધ્યાચલ ગિરિમાળાઓ પણ આવેલી છે ત્યારે 550થી વધુ ગામડાઓ અને 5.90 લાખની વસ્તી ધરાવતો આ જીલ્લાને પ્રવાસન ધામ રાજ્ય સરકારે જાહેર કર્યો છે,

પરંતુ શુલપાણેશ્વર અભિયારણને કારણે આ વિસ્તાર વિકાસથી વંચિત છે અને આમ જોઈએ તો 35થી વધુ ગામોમાં કનેકટીવીટીનો પ્રાણ પ્રશ્ન છે. ડેડીયાપાડા સાગબારા છોડીને 2 કિલોમીટર જઈએ કે અહી કનીક્ટીવીટી છુટી જાય છે. ત્યારે આવતીકાલે ગ્રામપંચાયતની ચુંટણી છે તેવામાં ચૂંટણીલક્ષી કામમાં સંપર્ક કરવા માટે નર્મદા જિલ્લા પોલિસ વડા હિમકરશીહનાં માર્ગદર્શન હેઠળ આવા ગામોમાં વોકીટોકીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ વોકીટોકી માટે જિલ્લામાં આવેલી તમામ રેન્જોના ગામોમાં ટાવરો ઉભા કરાયા અને જ્યાં વોકીટોકી તૈનાત રખાશે, જેનો રીપોર્ટ પણ ચૂંટણી અધિકારીને કરવામાં આવશે. જે માટે સ્પેશિયલ વોકીટોકીની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે અને 91 પોલીસકર્મી વોકીટોકી સાથે તૈનાત કરવામાં આવ્યા છે.

Next Story