નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો

જૂન મહિનામાં જ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.

New Update

ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે

જૂન મહિનામાં જ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.ગુજરાતને તેના હિસ્સાનું પાણી આપવા માટે ઉપરવાસના ડેમમાં પાવર હાઉસ શરૂ કરાતા પાણીની આવક અને સપાટીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી હાલ 123.98 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે હાલ ડેમમાં પાણીની આવક 94,405 ક્યુસેક છે જ્યારે ડેમમાંથી પાણીની કુલ જાવક 20,520 ક્યુસેક નોંધાઈ રહી છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાતા એક સારા સંકેત જોવા મળી રહ્યા છે.
#નર્મદાડેમ #સરદાર સરોવર ડેમ #નર્મદા #ગુજરાત #પાણીની આવક
Here are a few more articles:
Read the Next Article