Connect Gujarat
ગુજરાત

નરોડા ગામ હત્યાકાંડઃ માયા કોડનાણી-બાબુ બજરંગ સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવામાં આવ્યા હોવાનો આરોપ હતો.

નરોડા ગામ હત્યાકાંડઃ માયા કોડનાણી-બાબુ બજરંગ સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
X

નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ નિર્દોષ જાહેર થતા જ કોર્ટની બહાર જય શ્રીરામના નારા લગાવ્યા હતા..

નરોડા પોલીસ સ્ટેશનમાં 98/2002 નંબરની ફરિયાદ FIR નોંધાઇ હતી, જેમાં પોલીસે 28 જેટલા આરોપીઓને પકડીને તેમના પર IPC કલમ 149, 302, 436, 153(A), 435, 436, 307 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પાછળથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. એમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તબક્કાવાર અન્ય 50 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આમ, કુલ 70થી વધુ આરોપીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ડબ્બામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. તેના પ્રત્યાઘાતરૂપે 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનોમાં 28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવામાં આવ્યા હોવાનો આરોપ હતો.

આરોપીઓનાં નામ:-

1. સમીર હસમુખભાઈ પટેલ

2. ખુશાલ પુંજાજી સોલંકી

3. ઉકાજી ઉર્ફે બચુજી બાબાજી ઠાકોર (કેસ એબેટ)

4. દિનેશકુમાર ઉકાજી ઉર્ફે બચુભાઈ ઠાકોર

5. બળદેવભાઈ પ્રહલાદભાઈ ઠાકોર

6. ચંદુજી ઠાકોર

7. અજય રમણલાલ ખેતરા ધોબી

8. સુનીલ ઉર્ફે ચંકી ગોપાલભાઈ નાયર

9. દિનેશકુમાર રમણલાલ પટેલ

10. નવીનભાઈ પ્રવીણભાઈ કડિયા

11. રામસિંહ ઠાકોર

12. ભરત રામસિંહ ઠાકોર

13. નરેશ ઉર્ફે વિજિયો બાબુભાઈ મકવાણા દરજી

14. રિતેશ ઉર્ફે પોંચ્યા દાદા બાબુભાઈ વ્યાસ

15. અજય બચુભાઈ ઠાકોર

16. રમણભાઈ પ્રહલાદભાઈ ઠાકોર

17. નગીન પ્રતાપભાઈ ઠાકોર

18. મનુભાઈ પૂનાભાઈ ઠાકોર

19. રમેશભાઈ ભલાભાઇ ઠાકોર

20. કિસન ખૂબચંદ કોરાણી

21. રાજકુમાર ઉર્ફે રાજુ ગોપીમલ ચોમલ

22. પદ્મેન્દ્રસિંહ ઉર્ફે પીજે જશવંતસિંહ રાજપૂત

23. બાબુ ઉર્ફે બાબુ બજરંગી રાજાભાઈ પટેલ

24. રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે કબૂતર મોહનલાલ પરમાર

25. મિતેશ ગિરીશભાઈ ઠક્કર

26. સેશન્સ કેસ નંબર 204/2009

27. વિનોદ ઉર્ફે વિનુ પહેલરામ ચેતવાણી

28. સેશન્સ કેસ નંબર 205/ 2009

29. હરેશ પારસરામ રોહેરા

30. સેશન્સ કેસ નંબર 206/ 2009

31. પ્રદીપભાઈ ઉર્ફે બેન્કર કાંતિલાલ સંઘવી (બિનતહોમત મુક્ત)

32. સેશન્સ કેસ નંબર 214/ 2009

33. વલ્લભભાઈ કુબેરભાઈ પટેલ

34. વિષ્ણુજી પોપટજી ઠાકોર

35. હંસરાજ પન્નાલાલ માળી

36. પ્રભુભાઈ ઉર્ફે ધૂમ ભૂપતજી ઠાકોર

37. સેશન્સ કેસ નંબર 216/2009

38. જગદીશભાઈ રમણભાઈ પ્રજાપતિ

39. હરેશ ઉર્ફે હર્ષદ રમણલાલ સોની

40. રાજેશભાઈ કિશોરભાઈ ભીખાભાઈ દરજી

41. અશ્વિનકુમાર કનૈયાલાલ જોશી

42. રાજેશ ઉર્ફે રાજુ નટવરલાલ પંચાલ

43. પ્રવીણ કુમાર હરિભાઈ મોદી

44. વિક્રમભાઈ ઉર્ફે ટીનીઓ મણિલાલ ઠાકોર

45. અશોકભાઈ ચંદુભાઈ સોની

46. જગદીશભાઈ ચીમનલાલ પટેલ

47. દિનેશભાઈ કચરાભાઈ પટેલ

48. શાંતિલાલ વાલજીભાઈ પટેલ

49. ગિરીશભાઈ હરગોવિંદભાઈ પ્રજાપતિ

50. રમણભાઈ વ્યાસ

51. સંજય પિન્ટુ ચેનલ વાળો કનુભાઈ વ્યાસ

52. ભીખાભાઈ ઉર્ફે હિંમતભાઈ જગાભાઈ પટેલ (ઢોલરિયા)

53. સુનીલ ઉર્ફે સુરેશ સનાભાઇ પટેલ

54. રાકેશકુમાર મંગળદાસ પંચાલ

55. પ્રદ્યુમ્ન બાલુભાઈ પટેલ

56. અનિલ કુમાર ઉર્ફે ચુંગી પ્રહલાદભાઈ પટેલ

57. પ્રકાશભાઈ ઉર્ફે પકાભાઈ રમેશચંદ્ર ભાટિયા (કાછિયા-પટેલ)

58. વિજય કુમાર દશરથભાઈ ત્રિવેદી

59. નિમેષ ઉર્ફે શ્યામુ બિપિનચંદ્ર પટેલ

60. સેશન્સ કેસ નંબર 217/2009

61. પંકજકુમાર મહેન્દ્રભાઈ પરીખ

62. વીરભદ્રસિંહ સામંતસિંહ ગોહિલ (પોલીસ-ઇન્સ્પેક્ટર)

63. ડો.માયાબેન સુરેન્દ્રભાઈ કોડનાની

64. ડોક્ટર જયદીપભાઇ અંબાલાલ પટેલ

65. સેશન્સ કેસ નંબર 221/2009

66. મુકેશ બાબુલાલ વ્યાસ

67. રાકેશભાઈ ઉર્ફે લાલો કનુભાઈ વ્યાસ

68. સંજયભાઈ રમણભાઈ વ્યાસ

69. ભીખાભાઈ ઉર્ફે ભીખાભાઈ ઘંટીવાળા સોમાભાઈ પટેલ

70. મહેશકુમાર ઉર્ફે માયાભાઇ નટવરલાલ પંચાલ

71. મણિલાલ મોહનજી ઠાકોર

72. જગદીશભાઈ ઉર્ફે જગો રિક્ષાવાળો ચુનીલાલ ચૌહાણ

73. બિરજુ ભાઈ રમેશચંદ્ર પંચાલ

74. ગોવિંદજી ઉર્ફે ગોવો છનાજી ઠાકોર

75. અશોકભાઈ રમેશભાઈ પંચાલ

76. પ્રમુખ ભાઈ ત્રિકમદાસ પટેલ

77. અશોકભાઈ ઉર્ફે અશોક સાહેબ ગોવિંદભાઈ પટેલ

78. જિતેન્દ્ર ઉર્ફે જિતુ મુખી રમણભાઈ પટેલ

79. ફુલાભાઈ શંકરભાઈ વ્યાસ

80. અરવિંદભાઈ ઉર્ફે કા ભાઈ શાંતિલાલ પટેલ

81. મુકેશ ઉર્ફે લાલો મોહનલાલ પ્રજાપતિ

82. કનુભાઈ રતિલાલ વ્યાસ વિપુલભાઈ નટવરભાઈ પરીખ (પટેલ)

83. નીતિનકુમાર વિનોદ રાય દેવરૂખકર

84. સેશન્સ કેસ નંબર 240/2009

85. વિનુ માવજીભાઈ કોળી (ચૌહાણ)

Next Story