/connect-gujarat/media/media_files/2025/08/23/jawahar-navodaya-vidyalaya-jamnagar-2025-08-23-19-37-15.jpeg)
સાંસદે સૌને નેશનલ સ્પેસ ડેની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારતના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓને બિરદાવવાનો આ દિવસ છે. ભારતના ભવિષ્ય માટે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) નો અવકાશ ક્ષેત્રે ખૂબ મોટો ફાળો છે. વિકસિત ભારતની પરિકલ્પનાએ સાયન્સ વગર શક્ય નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસાયોથી ભારતમાં સ્પેસ સાયન્સ, સ્પેસ ટેકનોલોજી અને સ્પેસ રિસર્ચ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. નાસામાં 29 ટકા વૈજ્ઞાનિકો ભારતીય મૂળના છે. સાંસદએ આર્યભટ્ટથી ગગનયાન સુધીની થીમ વિશે જણાવી અવકાશ ક્ષેત્રે ભારતના વધતા નેતૃત્વની પ્રશંસા કરી હતી.2023માં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો. તે વાતનું દરેક ભારતીયને ગર્વ છે. સાંસદએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે રુચિ કેળવવા તેમજ સમયનો સદુપયોગ કરવા જણાવ્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/23/poonamben-adam-2025-08-23-19-38-10.jpeg)
તેઓએ આગળ જણાવ્યું હતું કે, “સ્કાય ઇસ ધ લિમિટ” નહીં પરંતુ “સ્પેસ ઇઝ ધ બિગિનિંગ” ના વિચાર સાથે વિદ્યાર્થીઓ અને દેશના યુવાઓ સ્પેસ રિસર્ચ અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે રસ દાખવી આગળ વધે.
ઉલ્લેખનીય છે કે, આ દિવસ ચંદ્રયાન-3ની સફળતા સાથે જોડાયેલો છે. ચંદ્ર પર સફળ લેન્ડિંગની સિદ્ધિને યાદ કરીને 23 ઓગસ્ટના દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવે છે.
શાળાના વિદ્યાર્થીઓએ સ્પેસ ડે અનુરૂપ રંગોળીઓ તેમજ વેસ્ટમાંથી બેસ્ટ થીમ પર મિશન ચંદ્રયાન-3 અંગે પ્રોજેક્ટ બનાવ્યો હતો, જે નિહાળી સાંસદે વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. બાદમાં તેઓ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને મળ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાદમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કૃતિઓ, સ્પેસ ડે વિશે વક્તવ્ય, રોકેટનું ડેમોસ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સ્પેસ ડે વિષય અનુરૂપ વિડિઓ નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં સિનિયર સાયન્ટિસ્ટ ડો.રમેશ ભાયાણી દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમજ શાળાના આચાર્ય એમ.પી.સિંઘ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશ હરિયાણી, સરપંચ વર્ષાબેન મકવાણા, આગેવાનો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.