નવસારી શહેરના વોર્ડ નં. 13માં આવેલી વસંત વિહાર સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરના વોર્ડ નં. 13માં આવેલી વસંત વિહાર સોસાયટીમાં રહેતા ચૌધરી પરિવારની 19 વર્ષીય દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવતીએ ઘરના બાથરૂમમાં ઓઢણી વડે ફાંસો ખાધોહતો. જોકે, અડધો કલાકથી વધુ સમય સુધી બાથરૂમનું બારણું ન ખોલતા પરિવારને ચિંતા થઈ હતી. જે બાદ પરિવારના સભ્યોએ બાથરૂમનું બારણું તોડીને જોતા યુવતી ગળે ફાંસો લગાવી જતાં મૃત હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતાં જ નવસારી ટાઉન પોલીસ કફાળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, 4 બહેનોમાં સૌથી નાની દીકરીએ કરેલા આપઘાતનું કારણ સામે આવ્યું નથી. પરંતુ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ તો નવસારી ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.