Connect Gujarat
ગુજરાત

નવસારી : રેલ્વેમાં બુકીંગ ક્લાર્કની નોકરી અપાવવાના બહાને 2 યુવાનો પાસેથી રૂ. 33 લાખ ચાઉ, દિલ્હીના 5 ઠગબાજો વિરુદ્ધ ફરિયાદ...

14 લાખથી વધુ રકમ આપવાનું નક્કી કરી, નોકરી અપાવવાની ખાતરી આપી હતી. જેમાં રીશિદા ઠાકુરે વિપિનને આશ્વાસન આપ્યુ હતુ

X

સરકારી નોકરી મેળવવા માટે યુવાનો હોય છે તલપાપડ

ગણદેવીના 2 યુવાનોને NGO ચલાવતી યુવતીએ ભોળવ્યા

દિલ્હીના 5 ઠગબાજો સાથે યુવાનોની મુલાકાત કરાવી

બંને યુવાનોને આપી રેલ્વેમાં નોકરી આપવાની લાલચ

યુવાનો પાસેથી રૂ. 33 લાખ પડાવી ભેજબાજો રફુચક્કર

ટાઉન પોલીસ મથક ખાતે 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય

નવસારી જિલ્લાના ગણદેવીના 2 યુવાનોને NGO ચલાવતી યુવતીએ વાતોમાં ભોળવીને દિલ્હીના 5 ઠગબાજો સાથે મુલાકાત કરાવી હતી. જે ઠગબાજોએ બંને યુવાનો પાસેથી રેલ્વેમાં બુકીંગ ક્લાર્ક બનાવવા રૂ. 33 લાખથી વધુની રકમ પડાવી હોવાની નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.

નવસારી શહેરમાં છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના ઉત્કર્ષ માટે NGO ચલાવતી અને લાખોની છેતરપીંડીના કેસની મુખ્ય આરોપી રીશીડા ઠાકુર વર્ષ 2021માં ગણદેવીના કરાટે ક્લાસ ચલાવતા યુવાન વિપિન કુશ્વાહાના સંપર્કમાં આવી હતી. રીશિદાએ મહિલા ઉત્કર્ષ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાના બહાને વિપીન સાથે મૈત્રી કેળવી હતી. આ દરમિયાન વાત વાતમાં રીશિદાએ વિપીનને સરકારી નોકરી આપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ દિલ્હીના તેના સંપર્કના 5 ઠગબાજોને નવસારીની રોયલ રીજન્સી હોટલમાં બોલાવી મુલાકાત કરાવી હતી.

આ તમામની દિલ્હીમાં રેલ્વે સહિત મંત્રાલયોમાં ઉંચી ઓળખાણ હોવાની વાતો કરી, રિશિદા ઠાકુરે જગમિત સિંગ, આશુતોષ રાકેશ અરોરા, નિખિલ છાબરા, દીપક ગોરખ ધામાને વિપીન કુશ્વાહાને મળાવ્યો હતો. જેમણે વિપીનને રેલવેમાં લોવર ડિવિઝન ક્લાર્કની પોસ્ટ પર રૂ. 14 લાખથી વધુ રકમ આપવાનું નક્કી કરી, નોકરી અપાવવાની ખાતરી આપી હતી. જેમાં રીશિદા ઠાકુરે વિપિનને આશ્વાસન આપ્યુ હતુ કે, એ તમામને ઓળખે છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેથી વિપીને તેના મિત્રને પણ રેલ્વેમાં નોકરી મળવાની વાત કરતા તેનો મિત્ર પણ ઠગ ભગતોની જાળમાં ફસાયો હતો.

સાથે જ તેણે પણ રૂ. 18 લાખથી વધુની રકમ દિલ્હીના ઠગ ભગતોને આપી નોકરી મેળવવા મથામણ કરી હતી. જેમાં તેમને કોલ લેટર, આઈડી કાર્ડ જેવા રેલ્વેના સ્ટેમ્પ સાથેના દસ્તાવેજો પણ ઠગ ભગતોએ આપીને દિલ્હી બોલાવી ટ્રેનીંગ પણ આપી હતી. જોકે, બાદમાં નોકરી પર પોસ્ટીંગ આપવાની વાતે ગલ્લાતલ્લા કરતા બંને યુવાનોએ પોતાની રકમ પરત માંગી હતી.

પરંતુ મહિનાઓ વિતતા તેમણે રૂપિયા ન આપતા અંતે છેતરાયેલા વિપીન કુશ્વાહાએ તેના મિત્ર સાથે નવસારી ટાઉન પોલીસ મથકે સમાજ સેવિકા બનીને ફરતી રીશિદા ઠાકુર સહિત દિલ્હીના 5 ઠગબાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસને વેગ આપ્યો છે.

Next Story