Connect Gujarat
ગુજરાત

નવસારી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આહીર સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…

મેગા બ્લડ ડોનેશન કેમ્પ દરમ્યાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના 95 કિલો વજન જેટલી રક્ત યુનિટોથી તેઓની રક્તતુલા કરવામાં આવી

X

આહીર સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રક્તતુલા કરાય

નવસારી જિલ્લા આહીર સમાજ દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા આહીર સમાજ દ્વારા આજરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જ સમગ્ર આહીર સમાજના આગેવાનો તેમજ જિલ્લાભરમાંથી આમંત્રિતો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. મેગા બ્લડ ડોનેશન કેમ્પ દરમ્યાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના 95 કિલો વજન જેટલી રક્ત યુનિટોથી તેઓની રક્તતુલા કરવામાં આવી હતી. આહીર સમાજ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા રેકોર્ડ નોંધાવવાની પણ તૈયારી દર્શાવામાં આવી છે. આ પ્રસંગે આહીર સમાજના વિવિધ દાતાઓ દ્વારા સમાજને આર્થિક દાન પણ આપવામાં આવ્યું હતું.

Next Story