Connect Gujarat
ગુજરાત

નવસારી : મીંઢાબારી ગામમાં લગ્નમાં ભેટમાં મળેલી ગિફ્ટમાં થયેલ બ્લાસ્ટનો ચોકાવનારો આવ્યો વળાંક, સાળીના પૂર્વક પ્રેમી કાવતરું રચ્યું હોવાનું આવ્યું સામે

નવસારીના મીંઢાબારીમાં લગ્નની ભેટમાં મળેલી ગિફ્ટમાં થયેલા બ્લાસ્ટમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસમાં વરરાજાની સાળીના પૂર્વ પ્રેમી રાજુ પટેલની સંડોવણી બહાર આવી છે. પ્રેમીકાને મારવા માટે તેણે આ કારસો રચ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

X

નવસારીના મીંઢાબારીમાં લગ્નની ભેટમાં મળેલી ગિફ્ટમાં થયેલા બ્લાસ્ટમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસમાં વરરાજાની સાળીના પૂર્વ પ્રેમી રાજુ પટેલની સંડોવણી બહાર આવી છે. પ્રેમીકાને મારવા માટે તેણે આ કારસો રચ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

નવસારીના વાંસદાના મીંઢાબારી ગામમાં ગાવીત પરિવારમાં લગ્ન યોજાયા હતા. લતેશ ગાવીત નામના યુવકના લગ્ન દરમિયાન ચાર્જવાળુ રમકડું ગીફ્ટમાં આપવામા આવ્યું હતું. વરરાજા યુવક ગિફ્ટ ખોલીને રમકડું ચાર્જ કરતો હતો ત્યારે જ જોરદાર ધડાકો થયો હતો જેમાં બ્લાસ્ટમાં 28 વર્ષીય વરરાજા લતેશને ગંભીર ઇજા થઇ હતી. ઘટનામાં 3 વર્ષના બાળકને પણ ઇજા થઇ હતી. બંનેને સારવાર માટે ખસેડાયા હતા.

ત્યારબાદ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગીફ્ટ વરરાજા લતેશની સાળીના પૂર્વ પ્રેમી રાજુ પટેલે આપી હતી. કન્યા પક્ષની મોટી દીકરી સાથે લીવ ઇનમાં રહેતા હોવાથી ગીફ્ટ આપી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે રાજુએ જ આ બ્લાસ્ટનો કારસો રચ્યો હતો. તેણે પોતાની પ્રેમીકાને મારી નાખવાનું કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે પ્રેમી રાજુ ધનસુખ પટેલે ભુતકાળમાં પણ પ્રેમીકા જાગૃતીને વોટસએપ પર મારી નાખવાની ધમકી આપી હતી અને તે સમયે પોલીસમાં ફરીયાદ પણ કરવામાં આવી હતી.

રાજુ પટેલે ટેડી બિયરના સ્વરુપમાં ગીફ્ટ આપી હતી. તેણે રમકડામાં ડેટોનેટર સાથે વાયરીંગ કર્યું હતું. ગિફ્ટ જ્યારે ખોલવામાં આવી ત્યારે પ્લગમાં લગાવામાં આવતા જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. તેણે ટોયમાં ડિટોનેટર ફીટ કર્યું હતું.

રેન્જ આઇજીએ કહ્યું કે આરોપીના નક્સલ કનેકશન છે કે નહી તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. આરોપી રાજુએ જ તાપી જીલ્લાની ક્વોરીમાંથી ડેટોનેટર મેળવ્યું હતું. પોલીસ હજું આ મામલાની ઉંડી તપાસ કરી રહી છે. પોલીસે આ મામલે રાજેશ પટેલ તથા ડેટોનેટર આપનાર મહેશની ધરપકડ કરી હતી.

માત્ર 6 દિવસના લગ્ન જીવનમાં વરરાજાને પોતાની આંખ ગુમાવવી પડી હતી. દુર્ઘટના બાદ સસરાએ પોતાની આંખ ડોનેટ કરવાની પણ તૈયારી દર્શાવી છે.

Next Story