નવસારી: સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, રૂ 11 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી

ગુજરાત | Featured | સમાચાર, નવસારી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી

author-image
By Connect Gujarat Desk
State Monitoring Cell
New Update
નવસારી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે નવસારીના ચીખલી નજીકથી મોટાપ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન બાતમી વાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી રૂ.11.52 લાખની કિંમતની વિદેશી દારૂની 10,848 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક દેવેન્દ્રસિંહ તોમરની ધરપકડ કરી હતી.
જ્યારે વિદેશી દારૂ મંગાવનાર સંજય અને ટ્રક માલિક અશોક સહિત કુલ 4 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે.આ મામલામાં પોલીસે કુલ રૂ.21.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે
#Navsari #Foreign Liquor #State Monitoring Cell #truck loaded
Here are a few more articles:
Read the Next Article