/connect-gujarat/media/post_banners/e3fb01d3a5bc85cfc7b959f390cd271e39df51c5e1e42982c12926ee1a1986f9.webp)
નવસારી જિલ્લાના બીલીમોરા પાસે આવેલા ઉંડાચ ગામના સેજલ કુમાર પટેલ વ્યવસાયે બ્રોકરની કામગીરી કરે છે, પણ ખાલી સમયમાં વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની કામગીરી પણ કરે છે. લોકડાઉનમાં બધા જ્યારે ઘરે બેસીને આરામ કરતા હતા ત્યારે તેઓ વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની કળાને વિકસાવી અને અવનવી વસ્તુઓ બનાવી હતી. હાલમાં તેઓએ ભંગાર માંથી સ્કૂટર ખરીદીને તેને આકર્ષક ત્રણ સીટર સ્કૂટર બનાવ્યું છે.
સેજલભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરણા લઈ ફિલ્મોમાં વપરાતું ત્રણ સીટવાળું સ્કૂટર બનાવ્યું છે. જેનાથી આજે તેઓ આવક પણ મેળવી રહ્યા છે. પ્રથમ તેઓએ ભંગારના ભાવે રૂ. 3000નું સ્કૂટર ખરીદ્યું બાદમાં તેઓએ પોતાના આઈડિયાથી ઓછા ખર્ચામાં સ્કૂટર તૈયાર કરવા માટે મથામણ શરૂ કરી. ઘણું ઓલ્ડ મોડલ હોય આના પાર્ટ્સ મળવા મુશ્કેલ હોય તેથી આ સ્ટાર્ટ કરવું શક્ય ન હતું.
આ બાદમાં તેમણે પોતાના જ ગામના નજીકના એક મેકેનિક તથા વેલ્ડરનો સંપર્ક કરી તેઓના માધ્યમથી સ્કૂટરને તૈયાર કર્યું. સ્કૂટર તો તૈયાર થઈ ગયું હતું પરંતુ તે સ્ટાર્ટ થયું ન હતું. તેથી સેજલભાઈએ યુટ્યૂબ પર વીડિયો જોઈને બનાવવાનું શરૂ કર્યું અને દિલ્હીથી સામાન મંગાવ્યો અને યુટ્યૂબમાં જોઈ તમામ સામાન જોઈન્ટ કરી સ્કૂટર ચાલુ કર્યું. સેજલભાઈએ રોડ પર સ્કૂટર હંકારવા ઉતાર્યું ત્યારે લોકો પણ આશ્રયચકિત થઈ ગયા હતા.