નવસારીની બીલીમોરા પાલિકા વિસ્તારમાં પાણી વેડફાટના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને સામે પાલિકાના વોટર વર્ક્સના ચેરમેન પાલિકાની સામે આવેદન આપવામાં આવ્યું. નવસારી જિલ્લાની સતત વિવાદિત ગણાતી બીલીમોરા પાલિકામાં વધુ એક વિવાદ પાણીના વેડફાટ મુદ્દે ઉભો થયો છે. બીલીમોરા શહેરની બાજુમાં આવેલ આતલીયા ગામે 15 વર્ષ પહેલાં બનાવેલ સંપમાં પાણીનું ફિલ્ટરેશન થઈને સમગ્ર શહેરને પાણી મળી રહે છે ત્યારે તેમાં લીકેજને લઈને સ્થાનિકો દ્વારા પાલિકા ચીફને આવેદન આપ્યું છે.
જેમાં ઘણા સમયથી લીકેજના કારણે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.પાણીના વેડફાટને લઈને પાલિકા સત્તાધીશોમાં આજે ફફડાટ વ્યાપી ગયો છે. લાખો નાગરિકોને પાણી પોહચડતું સમ્પમાં લીકેજના કારણે આવનાર સમય કપરો બનશે તેમ છતાં પાલિકા ગંભીરતાને ધ્યાન લઇ શકી નથી અને હાલ લીકેજ રીપેરીંગ મુદ્દે માત્ર વાતો જ કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા અનેક રજુઆત છતાં વેડફાટના ઉકેલ માટે પાલિકા સત્તાધીશોનું પેટનું પાણી પણ ન હલતા પાણી મુદ્દે બીલીમોરા પાલિકાનું વાતાવરણ ગરમાયુ છે.