નવસારી : ભારત વિકાસ પરીષદ-અડાજણ શાખા દ્વારા જરૂરિયાતમંદોને કૃત્રિમ હાથ-પગનું નિઃશુલ્ક વિતરણ કરાયું...

ભારત વિકાસ પરીષદ દેશભરમાં કુલ 13 કેન્દ્રો થકી અત્યાર સુધી 3.5 લાખથી પણ વધુ દિવ્યાંગ લાભાર્થીઓને સેવા પ્રદાન કરી ચુક્યું છે

New Update
નવસારી : ભારત વિકાસ પરીષદ-અડાજણ શાખા દ્વારા જરૂરિયાતમંદોને કૃત્રિમ હાથ-પગનું નિઃશુલ્ક વિતરણ કરાયું...

નવસારી જિલ્લાના ચીખલી તથા આજુબાજુના આદિવાસી વિસ્તારના 60થી પણ વધુ જરૂરિયાતમંદ વિકલાંગો માટે ભારત વિકાસ પરીષદ-અડાજણ શાખા દ્વારા કૃત્રિમ હાથ-પગનું નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરાયું છે. સંપર્ક, સેવા, સંસ્કાર, સહયોગ અને સમર્પણની મૂળ ભાવના સાથે કાર્ય કરતી ભારત વિકાસ પરીષદ સન્ 1963થી રાષ્ટ્રિય સ્તરે સમાજના ઉત્થાન માટે કાર્યરત છે, અને જેનું લક્ષ્ય સ્વસ્થ, સમર્થ અને સંસ્કારીત ભારત બનાવવાનું છે. જેના અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી સ્થિત પ્રજાપતિ આશ્રમ મુકામે સામાજિક અને આર્થિક રીતે પછાત દિવ્યાંગોની શારીરીક તપાસ કરી તેઓને તદ્દન મફતમાં કૃત્રિમ હાથ-પગ તથા કેલિપર્સનું વિતરણ કરવાના હેતુથી 60થી પણ વધુ લાભાર્થીઓના માપ લેવામાં આવ્યા હતા,

અને તેને માપ અનુસાર કૃત્રિમ હાથ-પગ બનાવી તારીખ 7મી જાન્યુઆરીના રોજ હાથ-પગ હલનચલન કરી શકે તેવી રીતે ફીટીંગ કરી આપવામાં આવશે. શાખા અધ્યક્ષ જિજ્ઞેશ ડુમસવાલાના જણાવ્યા અનુસાર, ભારત વિકાસ પરીષદ સેવા યોજના થકી દિવ્યાંગોના કલ્યાણ, પુનર્વસન, આદિવાસી વિકાસ, ગામ-શહેર સ્લમ એરીયા વિકાસ વિગેરે સમાજ ઉપયોગી કાર્ય નિયમિત ધોરણે કરે છે, અને છેવાડાના ગ્રામવાસીઓ સુધી પહોંચી તેઓને મદદ પહોંચાડવાનું ભારત વિકાસ પરીષદનું લક્ષ્ય છે, અને તે માટે ભારત વિકાસ પરીષદ સતત પ્રયત્નશીલ રહ્યું છે. શાખા સચિવ વિનેશ શાહએ માહિતી આપતા જણાવ્યુ હતું કે..

ભારત વિકાસ પરીષદ દેશભરમાં કુલ 13 કેન્દ્રો થકી અત્યાર સુધી 3.5 લાખથી પણ વધુ દિવ્યાંગ લાભાર્થીઓને સેવા પ્રદાન કરી ચુક્યું છે. અને તેમાં ઉત્તરોત્તર વધારો થાય તેવો સંકલ્પ છે. અમદાવાદ-પાલડી શાખા એ પરીષદનું ગુજરાતમાં એકમાત્ર દિવ્યાંગ સાધન સહાય કેન્દ્ર છે, અને આ કેન્દ્ર પર જ કૃત્રિમ હાથ અને પગ બનાવવામાં આવે છે. આ સંસ્થામાં જ તાલીમબધ્ધ ટેકનીશીયન્સ ઉપલબ્ધ છે, જે ચીખલી ખાતે શાખા અધ્યક્ષ નિલાંગભાઈ સાથે ઉપસ્થિત રહી લાભાર્થીનું માપ લઈ જરૂરી સલાહ-સૂચનો પણ આપ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સમાજના મોભી જયેશભા લાડ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સમાજ સેવક રાજેન્દ્ર પરમાર, નરેશ પટેલ અને શીતલ દેસાઈ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.

આ કાર્યક્મના સમગ્ર આયોજન તથા પ્રચાર પ્રસાર કરવામાં પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમનો બહુમુલ્ય ફાળો રહ્યો હતો. જેમાં પ્રમુખ હિતેશ લાડ, સેક્રેટરી દિપક લાડ તથા ટ્રસ્ટી ભરત લાડ અને રમેશ લાડ તથા સંસ્થાના સમગ્ર વહીવટકર્તાઓનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો. આ કાર્યક્રમમાં પરીષદ પ્રાંત તરફથી ઉપાધ્યક્ષ રાજીવ શેઠ તથા શંકરસિંગ ઉપસ્થિત રહી કાર્યક્મની શોભા વધારી હતી. ઉપરાંત શાખા કોષાધ્યક્ષ દામિનીબેન, ઉપાધ્યક્ષ રવિરંજન સિંગ અને સભ્ય ભૂમી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિકાસ પારેખે કર્યું હતું, અને અંતમાં શાખા સચિવ વિનેશ શાહએ આભાર વ્યક્ત કરી કાર્યક્મનું સમાપન કર્યું હતું.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.