Connect Gujarat
ગુજરાત

નવસારી: બીલીમોરા ન.પા.હસ્તક્નુ તળાવ રાજકારણનું શિકાર ? બ્યુટીફીકેશનનું કામ 5 વર્ષથી અધૂરું

બીલીમોરા પાલિકા દ્વારા વિકાસના કા મો ખોરંભે, ૨૦૦૬ થી તળાવ બ્યુટીફીકેશનનું કામ આજ દિન સુધી અધૂરું.

X

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે વિકાસની ચોક્કસ દિશા અને અભ્યાસ થી શહેર અને જીલ્લાની કાયાપલટ થતી હોય છે જયારે આનાથી ઉલટું દિશા અને અભ્યાસ ના હોય ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સરકારના કરોડો રૂપિયાનું પાણી કરી દેતા હોય છે જે નમુનો નવસારીની બીલીમોરા પાલિકાએકરોડો રૂપિયાનું આંધણ કરીને સરકારના નાણા બ્યુટીફીકેશનના નામે પાણીમાં ડુબાડ્યા છે.

આ સુંદર મજાનું તળાવ બીલીમોરા નગરપાલિકાની બાજુમાં આવેલ છે જેના પર ચૂંટાયેલી પાંખ અને સરકારી અધિકારીઓનું ગ્રહણ લાગી ગયું છે.વર્ષ 2006થી પાલિકાના હસ્તક આવેલ તળાવ બ્યુટીફીકેશનના નામે રાજકારણનું શિકાર બનતું આવ્યું છે. રાજ્ય સરકારમાંથી ૧ કરોડ ૨૫ લાખના ગ્રાન્ટની મંજૂરી મળી આવી હતી પણ તળાવમાં માત્ર ૫૯ લાખના ખર્ચ કરીને કામ અધૂરું છોડી દેવાયું છે.

2017માં અધૂરું છુટેલ કામ આજદિન સુધી થઈ શક્યું નથી જેના કારણે શહેરને એક બ્યુટી તળાવ મળી શક્યું નથી તેના પર વિપક્ષો શાસકો પર અકળાયા છે ત્યારે અન્ય ગ્રાન્ટનો ઉમેરો કરીને તળાવનું બ્યુટીફીકેશનનું કામ ૨ કરોડ સુધી લઈ ગયા છે પણ તળાવના વિકાસના કામમાં ખંભાતી તાળાઓ લટકી રહ્યા હોય ત્યારે કહેવું કોને એ પ્રશ્ન ચર્ચાય રહ્યો છે એટલુંજ નહીં પરંતુ પાલિક દ્વારા આ બ્યુટીફીકેશનમાં ૩ વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા પરંતુ કામ ક્યારે પૂરું થશે એ નક્કી નથી.

Next Story
Share it