નવસારી : બીલીમોરામાં આખલાઓનું ટોળું બાખડ્યું હોવાના CCTV સામે આવ્યા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. બીલીમોરા સ્ટેશન રોડ વિસ્તારમાં આખલા બાખડતા CCTV કેમેરામાં કેદ થયા હતા.

New Update

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આખલાઓનો આતંક યથાવત રહ્યો હોવાનાCCTV ફૂટેજ સામે આવતા પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. બીલીમોરા સ્ટેશન રોડ વિસ્તારમાં આખલા બાખડતાCCTV કેમેરામાં કેદ થયા હતા. આખલાઓનું ટોળું બાખડતાં એક બાઈક ચાલક માંડ માંડ બચ્યો હતો. તો બીજી તરફરોડની સઇદમાં રહેલા અન્ય વાહનોને પણ નુકશાન થયું હતું.

અગાઉ પણ બીલીમોરા શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતો થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતોત્યારે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર બાબતે નક્કર કમગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેનગરપાલિકા દર વર્ષે ઢોર પકડવા માટે અલાયદૂ બજેટ ફાળવવામાં આવે છેતેમ છતાં રખડતા ઢોરનો આતંક યથાવત રહેતા પાલિકા પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.