Connect Gujarat
ગુજરાત

નવસારી : સી.આર.પાટીલે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા, ગણદેવી તાલુકા સહિત 18 ગામોમાં યોજી રેલી

ગણદેવી તાલુકા સહિત 18 ગામોમાં સી.આર.પાટીલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાય

X

નવસારી લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો ધમધમાટ શરૂ

નવસારી લોકસભા-ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ

ઉમેદવાર સી.આર.પાટીલ દ્વારા કરાયા પ્રચારના શ્રી ગણેશ

ગણદેવી તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં યોજી રેલી

મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને સમર્થકો જોડાયા

નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલે ગણદેવી તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. નવસારી લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરવા માટે નવસારી લોકસભા બેઠકના ભાજપ ના ઉમેદવાર સી.આર.પાટીલે આજથી પ્રારંભ કર્યો છે. જેમાં ગણદેવી તાલુકા સહિત 18 ગામોમાં સી.આર.પાટીલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાય હતી.

તેમની રેલીએ ગણદેવી વિધાનસભા વિસ્તાર સહિત ગણદેવી તાલુકાના 18 ગામોને આવરી લીધા હતા. આ રેલી દ્વારા સી.આર.પાટીલ નવસારી મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી છે. સી.આર.પાટીલ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર રેલી દરમ્યાન આગેવાનો અને સમર્થકો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story