Connect Gujarat
ગુજરાત

નવસારી: જલાલપોરના ડાભેલ ગામે 2 યુવાનો વચ્ચે મારામારી,પોલીસે તપાસ શરૂ કરી

નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા મુસ્લિમ બાહુલ વસ્તી ધરાવતા ડાભેલ ગામમાં ગત રાત્રે બે ઈસમો વચ્ચે મારામારી થઈ હતી

X

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે જૂની અદાવત લોહિયાળ બની હતી જેમાં,2 યુવાનો એકબીજા પર ધારદાર હથિયારો સાથે તૂટી પડતા બંનેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા મુસ્લિમ બાહુલ વસ્તી ધરાવતા ડાભેલ ગામમાં ગત રાત્રે બે ઈસમો વચ્ચે મારામારી થઈ હતી જેમાં બંનેને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ લડાઈ જૂની અદાવતને લઈને થઈ હતી. બંને પક્ષોએ સામસામે મરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.શોકત એકલવાયા અને આરીફ વાજાએ એકબીજા પર હુમલો કર્યો હતો જેમાં બંને ઘાયલ થયા હતા. આરીફ વાજા ગ્રામ પંચાયતમાં વોર્ડ સભ્ય છે જેથી આ બંનેની વર્ષો જૂની અંગત અદાવતે વરવું સ્વરૂપ ધારણ કરીને ગત રાત્રે મારામારી થઈ કરી હતી. જેમાં શોકત એકલવાયા ઉપર હુમલો કરવામાં આવતા તે ઘાયલ થયો હતો તેની સામે શોકત એકલવાયા દ્વારા પણ આરીફ ઉપર હુમલો કરવામાં આવતા બંને ઘાયલ થયા હતા આ સમગ્ર મામલે મરોલી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ કરવામાં આવી છે.પોલીસ તપાસમાં જોતરાઈ છે.ડાભેલ ગામમાં રાત્રિના સમયે હથિયારો ઉછળતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો. જોકે સમયસર પોલીસ આવી જતા ટોળાને વિખેરી નાખ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે જેની તપાસ મરોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે

Next Story