/connect-gujarat/media/post_banners/37738e28b5b2bc566256e9349ae2facd45da8e227ca894745191a92683264712.jpg)
નવસારીની એકમાત્ર પોતીકી કહી શકાય એવી ગણદેવી પીપલ્સ કો ઓપરેટીવ બેંકમાં 8 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા 6 ડીરેક્ટરોનું પદ રદ્દ થવાની સંભાવના ઉભી થતા ફરી ચુંટણીમાં એંધાણ વર્તાઈ રહ્યા છે.
ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા લોકસભા અને રાજ્યસભામાં બે વર્ષ અગાઉ બેન્કિંગ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ એક્ટ 2020 પસાર કરવામાં આવ્યો હતો. જેમાં દેશની ખાનગી અને રાષ્ટ્રીયકૃત બંને બેન્કોને લાગુ પડતી 10 થી 10 D સુધીની કલમો સહકારી બેન્કોને પણ લાગુ પાડવામાં આવી છે. જેને ધ્યાને રાખી RBI દ્વારા હાલમાં જ સહકારી ક્ષેત્રોની બેન્કોના ઓડિટ રિપોર્ટમાં નવા સંશોધનાત્મક કાયદાનો અમલ કરવા સૂચન કરવામાં આવ્યુ છે. જેને જોતા નવસારી જિલ્લાની એકમાત્ર પોતીકી સહકારી ક્ષેત્રની ગણદેવી પીપલ્સ કો ઓપરેટીવ બેન્કમાં નવા કાયદા મુજબ 8 વર્ષની મુદ્દત પુરી કરી ચૂકેલા 6 ડીરેક્ટરો પોતાનું પદ ગુમાવે એવી સ્થિતિ બની છે, જો આમ બને તો ગત માર્ચ, 2023 માં જ બેન્કના 17 ડીરેક્ટરોની ચુંટણી પૂર્ણ થઈ હતી, પરંતુ કાયદાના અમલીકરણથી ફરી ચુંટણી થવાની સંભાવના વધી છે. જેને જોતા બેન્કના રાજકારણમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. જોકે RBI ના નિયમોનું પાલન કરી બેન્ક સતત વિકસતી રહેશેનો આશાવાદ બેન્કના નવનિયુક્ત ડીરેક્ટરે વ્યક્ત કર્યો છે.
/connect-gujarat/media/media_files/2025/08/11/makbaro-2025-08-11-15-55-13.jpg)