નવસારી: 2 ગામમાં દીપડા પાંજરે પુરાતા લોકોએ લીધો હાશકારો,વન વિભાગે ગોઠવ્યુ હતું પાંજરું

નવસારીના દંડેશ્વર ગામે માહ્યાવંશી મહોલ્લામાં પાંજરુ મુક્યાના ગણતરીના કલાકોમાં જ એક વર્ષનો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોમાં આંશિક રાહત થઇ

નવસારી: 2 ગામમાં દીપડા પાંજરે પુરાતા લોકોએ લીધો હાશકારો,વન વિભાગે ગોઠવ્યુ હતું પાંજરું
New Update

નવસારી જીલ્લામાં દીપડાઓ અવારનવાર દેખા દેતા હોય છે ત્યારે બે ગામમાં દીપડા પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો નવસારીના દંડેશ્વર ગામે માહ્યાવંશી મહોલ્લામાં પાંજરુ મુક્યાના ગણતરીના કલાકોમાં જ એક વર્ષનો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોમાં આંશિક રાહત થઇ હતી. જો કે હજી પણ આ વિસ્તારમાં 3થી 4 દીપડા ફરતા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે. નવસારી તાલુકાના દંડેશ્વર ગામે માહ્યાવંશી મહોલ્લામાં ઘણા લાંબા સમયથી દીપડાઓ ફરી રહ્યાંની વાત બાદ તાત્કાલિક ધોરણે ફળિયામાં અવાવરુ જગ્યાએ પાંજરુ ગોઠવી દેવાયું હતું.

જેને લઇ ટુકાગાળામાં જ વન વિભાગને સફળતા મળી છે. આજે વહેલી સવારે એક વર્ષનો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. વન વિભાગને તેની જાણકારી અપાતા અધિકારીઓ તેનો કબજો લીધો હતો. જો કે આ વિસ્તારમાં હજુ પણ ચારથી વધુ દીપડા ફરી રહ્યા હોવાથી લોકોમાં ગભરાટ છુપાયેલો છે. તો બીજી તરફ નવસારીના કરાડી ગામે પણ એક દીપડી પાંજરે પુરાય હતી અને તેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા ગ્રામજનોની રજૂઆતના પગલ્લે પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો. બનાવની જાણ થતાની સાથે જ વન વિભાગનો કાફલો દોડી આવ્યો હતો અને દીપડાનો કબ્જો મેળવી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે

#Navsari #નવસારી #Navsari News #વન વિભાગ #Navsari Leopard #Leopard Trape #Navsari Forest Department
Here are a few more articles:
Read the Next Article