નવસારી ફાયર સેફ્ટીના અભાવે લુન્સીકુઈ વિસ્તારની 127 દુકાનોને પાલિકાએ સીલ કરી

127 જેટલી દુકાનોને વિજલપોર નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પાલિકા દ્વારા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી

New Update

વિજલપોર નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરાય

લુન્સીકુઈ વિસ્તારના સીટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં ચેકિંગ

ફાયર સેફ્ટીના અભાવે મિલકતોને સીલ કરવામાં આવી

પાલિકા દ્વારા 127 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી

પાલિકાની કાર્યવાહી હાથ ધરાતા લોકોમાં ફફડાટ ફેલાયો

 નવસારીની વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટીના અભાવે મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલ સીટી સ્ક્વેર એપાર્ટમેન્ટની નીચે આવેલી 127 જેટલી દુકાનોને વિજલપોર નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગાઉ પાલિકા દ્વારા મિલકત ધારકોને નોટિસ આપી ફાયર સેફ્ટી લગાડવા માટેની સૂચના આપવામાં આવી હતી. 30 દિવસમાં દુકાનદારોએ ફાયર સેફટી લગાવી એનઓસી લઈ આવવાની ખાતરી પાલિકાને આપી હતી. જોકે30 દિવસ પૂર્ણ થયા બાદ ફાયર એનઓસી ન આપતાં પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

Latest Stories