નવસારી : પોલીસનો નવતર અભિગમ “તેરા તુજકો અર્પણ”, જુઓ અરજદારોને કોર્ટના ધક્કા ખાવાથી કેવી રીતે બચાવ્યા..!

નવસારી જિલ્લા પોલીસે 17 જેટલા ચોરાયેલા મોબાઈલ મૂળ માલિકોને આપીને કોર્ટ કચેરીના ધક્કા ખાવાથી બચાવ્યા

નવસારી : પોલીસનો નવતર અભિગમ “તેરા તુજકો અર્પણ”, જુઓ અરજદારોને કોર્ટના ધક્કા ખાવાથી કેવી રીતે બચાવ્યા..!
New Update

પોલીસ અને જનતા વચ્ચે સુમેળ સાધવા સરકાર પ્રયત્ન

પોલીસે તેરા તુજકો અર્પણનો અનોખ અભિગમ અપનાવ્યો

કોર્ટ સાથે મળીને જિલ્લા પોલીસે કડીરૂપ ભૂમિકા ભજવી

પોલીસ અને જનતા વચ્ચે સુમેળ સાધવા રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. જેમાં નવસારી જિલ્લા પોલીસે નવાજ પ્રકારનો અભિગમ અપનાવ્યો છે. “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મિલકત ચોરીના કિસ્સાઓમાં પોલીસ કોર્ટ સાથે મળીને કડીરૂપ ભૂમિકા ભજવી રહી છે.

મિલકત ચોરીના કિસ્સાઓમાં કોર્ટમાં જમા કરાવેલો મુદ્દા માલ છોડાવવો મૂળ માલિક માટે માથાનો દુખાવો બની જતો હોય છે, તેવા સમયે નવસારી જિલ્લા પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમની શરૂઆત કરી છે. જેમાં સામાન્ય જનતાના ચોરાયેલા સામાન્ય કોર્ટ સાથે સમન્વય શાંતિને પોલીસ વિભાગ સીધા જ જે તે મૂળ માલિકને ચોરાયેલી વસ્તુ પરત કરી રહી છે. જેમાં નવસારી જિલ્લા પોલીસે 17 જેટલા ચોરાયેલા મોબાઈલ મૂળ માલિકોને આપીને કોર્ટ કચેરીના ધક્કા ખાવાથી બચાવ્યા છે.

જોકે, કોર્ટ કચેરીના ચક્કરની વાત આવે ત્યારે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે. અને એમાં પણ ચોરટાઓ દ્વારા ચોરવામાં આવેલી કીમતી વસ્તુઓ છોડાવવા માટે લાંબી પ્રક્રિયામાંથી લોકોએ પસાર થવું પડતું હોય છે. તેવા સમયે નવસારી જિલ્લા પોલીસે પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે સુમેળ ભર્યો વ્યવહાર બની રહે તેને ધ્યાનમાં રાખીને પોલીસ જનતાની વચ્ચે જઈ રહી છે.

નવસારી જિલ્લા પોલીસનો અભિગમ ગુજરાત પોલીસ માટે એક મહત્વનો અભિગમ બન્યો છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા નજીકના સમયમાં જિલ્લામાં થયેલી ચોરી અને ત્યારબાદ મુદ્દામાલ તરીકે જમા કરાવેલા તમામ સામનો સીધા પોલીસના ઘરે આપવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

#Navsari #Navsaripolice #Gujarat Police #NavsariNews #તેરા તુજકો અર્પણ #Tera Tujko Arpan #મિલકત ચોરી
Here are a few more articles:
Read the Next Article