નવસારી : રૂ. 15 લાખની નકલી ચલણી નોટ સાથે સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત 5 શખ્સોની ધરપકડ

વાંસદામાં આવેલા ભીનાર ત્રણ રસ્તા પાસેથી રૂ. 15 લાખની બનાવટી ચલણી નોટો સાથે 5 ઠગબાજોની પોલીસે ધરપકડ કરી

નવસારી : રૂ. 15 લાખની નકલી ચલણી નોટ સાથે સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત 5 શખ્સોની ધરપકડ
New Update

વાંસદાના ભીનાર ત્રણ રસ્તા પાસે પોલીસે ગોઠવી વોચ

15 લાખ રૂપિયાની બનાવટી નકલી ચલણી નોટ ઝડપાય

સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત 5 શખ્સો ઝડપાયા

નવસારી જિલ્લાના વાંસદામાં આવેલા ભીનાર ત્રણ રસ્તા પાસેથી રૂ. 15 લાખની બનાવટી ચલણી નોટો સાથે 5 ઠગબાજોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી મહિતી અનુસાર, નવસારી જિલ્લાની વાંસદા પોલીસને બાતમી મળી હતી કે, વાંસદા શહેરમાં આવેલ ભીનાર ત્રણ રસ્તા પાસે કેટલાક શખ્સો લાખો રૂપિયાની બનાવટી ચલણી નોટો સાથે લઈને આવવાના છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

આ દરમ્યાન ભીનાર ત્રણ રસ્તા પાસેથી પોલીસે 2 અલગ અલગ કારમાં સવાર થઈ આવેલ 5 ઠગબાજોને ઝડપી પાડ્યા હતા. જેમાં તેઓની તલાશી લેતા 15 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટ મળી આવી હતી. આ બનાવટી ચલણી નોટ મુદ્દે પૂછપરછ કરતાં તેઓ કોઈ યોગ્ય ઉત્તર ન આપી શકતા પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી હતી.

જોકે, આ ઠગ ભગતો સાથે સુરતનો પોલીસ હેડ કોન્સ્ટેબલ પણ ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતના હેડ કોન્સ્ટેબલ યોગેશ સામુદ્રે પાસેથી વાંસદા પોલીસને સરકારી પિસ્તોલ પણ મળી આવી હતી, ત્યારે હાલ તો પાંચેય આરોપીઓ વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ નવસારી SOGને સોંપવામાં આવી છે.

#Navsari #Navsaripolice #Police head constable #Fack Currency #fack note #બનાવટી ચલણી નોટ #વાંસદા
Here are a few more articles:
Read the Next Article