નવસારી જિલ્લામાં તાલુકા,જિલ્લા અને નગરપાલિકાઓની આગામી અઢી વર્ષની મુદત માટે પદની નિમણૂકને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે સ્થાનિક કક્ષાએ પણ કાર્યકરોનું સૂચન અને અભિપ્રાય મહત્વનો બની રહ્યો છે જેને લઈને લોકસભાથી લઈને વિધાનસભા અને નગરપાલિકા અને જિલ્લા,તાલુકા પંચાયતમાં પદાધિકારીઓને નિમણૂકને લઈને પણ કાર્યકરો અને દાવેદારોની વાતને મહત્વમાં આપવામાં આવી રહ્યું છે.નવસારી જિલ્લાની નવસારી વિજલપોર નગરપાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ છે જે માટે આગામી સમયમાં સત્તા પર બિરાજનાર મુરતિયાઓ તથા તેમના ટેકેદારોનું સૂચન લેવાની શરૂઆત નવસારી કમલમ ખાતે કરવામાં આવી છે. જેમાં પ્રદેશ કક્ષાએથી મહેન્દ્રભાઈ પટેલ નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા.પદ માટે યોગ્ય ઉમેદવારની નિમણૂક થાય તે માટે ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જિલ્લાની છ તાલુકા પંચાયત એક જિલ્લા પંચાયત માટે આગામી અઢી વર્ષની મુદત માટે સેન્સ પ્રક્રિયા આજથી ચાલુ કરી દેવામાં આવી છે આગામી બે દિવસ સેન્સ પ્રક્રિયા લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.