/connect-gujarat/media/post_banners/80148ada1328fd390c70b90c6247ba4fd9b8fa6cddc904e535e5e7a0ed7747eb.jpg)
નવસારીની કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત તથા નવસારી એકમ દ્વારા બ્રહ્મ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતવર્ષીય બ્રાહ્મણ સભા (પંજીકૃત)ની પ્રેરણાથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) દક્ષિણ ગુજરાત નવસારી દ્વારા નવસારીની કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે બ્રહ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ તરીકે દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ લલિત શર્મા તેમજ ઉદઘાટક તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ પિનાકીન રાવલ અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી બ્રહ્મ સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંગઠનને વધુ મજબૂત કરવું અને બ્રહ્મ સમાજનો શ્રેષ્ઠ વિકાસ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ સાથે જ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજના શ્રેષ્ઠિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતવર્ષીય બ્રહ્મ સમાજના રાષ્ટ્રીય પ્રભારી પંડિત કે.સી.ગોડ, અખિલ ભારતવર્ષીય બ્રહ્મ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત રવિન્દ્ર શર્માજી, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી અનિલ શુક્લ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ ધારીણી શુક્લ, અખિલ ભારતવર્ષીય બ્રહ્મ સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ બી.એન.જોશી, નવસારી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ધનંજય ભટ્ટ, મહામંત્રી સુરેશ પાંડે, મહિલા પ્રમુખ પ્રિતી ભટ્ટ, દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના પ્રભારી દિપક ઉપાધ્યાય, સમસ્ત ગુજરાત ભ્રહ્મ સમાજ ભરૂચના કન્વીનર પ્રદીપ રાવલ સહિત મોટી સંખ્યામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યોએ ઉપસ્થિત રહી બ્રહ્મ સંમેલનના આયોજનને સફળ બનાવ્યું હતું.