Connect Gujarat
ગુજરાત

નવસારી: સુપા ગામનો 'તોડફોડિયો' કપિરાજ આખરે પાંજરે પુરાયો

તોડફોડિયો’ કપિરાજ આખરે પાંજરે પુરાયોએક માસથી ઘર કરી ગયેલા કપિરાજે આતંક ફેલાવ્યો છે.

X

નવસારી તાલુકાના સુપા કુરેલ ગામમાં તોફાની કપિરાજએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે આખરે કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી: સુપા ગામનો 'તોડફોડિયો' કપિરાજ આખરે પાંજરે પુરાયોએક માસથી ઘર કરી ગયેલા કપિરાજે આતંક ફેલાવ્યો છે. આ કપિરાજને કારણે ગ્રામજનો પણ મશ્કેલીમાં મુકાયા છે. કાચ ઉપર નજર જાય તો તેને તોડીને રાહતનો શ્વાસ લેતો કપિરાજના કારણે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ કપિરાજ દ્વારા છેલ્લા એક માસમાં ગામમાં 50 થી વધુ ગાડીઓ અને 100થી વધુ બાઈકના કાચ તોડી નાખવામાં આવ્યા હતાં, સાથે જ ગામમાં આવેલ ઘરની બારીને પણ આ કપિરાજે છોડી નથી અને 15 થી વધુ ઘરોના બારીના કાચ તોડી નુકસાન કર્યું છે. આ કપિરાજને પકડવા માટે વનવિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું. ત્યારે આખરે આજે વહેલી સવારે કપિરાજ પાંજરે પુરાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story