નવસારી : અંબિકા અને કાવેરી નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર, અગમચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.

New Update
નવસારી : અંબિકા અને કાવેરી નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર, અગમચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ

નવસારી જિલ્લાના ઉપરવાસમાં દેમાર વરસાદના કારણે નવસારી જિલ્લાની લોકમાતા ગણાતી પુના અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે નવસારી જિલ્લામાંથી કાવેરી નદીના વધારો થઈ રહ્યો છે જેને લઈને તંત્ર એલર્ટ થયું છે .

10મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારીમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે. ત્યારે અંબિકા નદીમાં પણ નવા નીર આવતા દેવધા ડેમમાં પાણીનું ભરપૂર આવક થઈ રહી છે. દેવધા ડેમ માંથી બીલીમોરા અને ગણદેવીને આખું વર્ષ પીવા અને સિંચાઈ માટે પાણી મળી રહે છે. ત્યારે ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. જિલ્લામાં ડાંગરનો પાક વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. આ પંથકના ખેડૂતો દેવધા ડેમના પાણી પર નિર્ભર રહે છે. હાલ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કાવેરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે. જિલ્લામાંથી કાવેરી નદીના વધારો થઈ રહ્યો છે. જેને લઈને ચીખલી તાલુકાના પ્રતાપનગર ગામનું સ્મશાન પાણીમાં ગરક થઇ ગયું છે કાવેરી નદી કાંઠાના 10 થી વધુ ગામના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે.  

Latest Stories