Connect Gujarat
ગુજરાત

નવસારી : તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉથલી જતા માંડ બચી, જાણો સમગ્ર મામલો..!

તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉથલી જતા માંડ બચી હતી. સમગ્ર બનાવ રેલવે ટ્રેક પર સમારકામ કરી રહેલ કામદારોની બેદરકારીના કારણે સામે આવ્યો છે.

X

નવસારીમાં તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉથલી જતા માંડ બચી હતી. સમગ્ર બનાવ રેલવે ટ્રેક પર સમારકામ કરી રહેલ કામદારોની બેદરકારીના કારણે સામે આવ્યો છે. આ ઘટનામાં એક મુસાફરને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

નવસારીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. નવસારી રેલવે સ્ટેશન ઉપર કામદારો દ્વારા મેન્ટન્સનું કામ ચાલી રહ્યું હતુ. આ દરમ્યાન તેજસ સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેનના સ્ટેશન ઉપર આવવાની જાહેરાત કરાતા જ રેલવે ટ્રેક ઉપર કામ કરી રહેલા કામદારો ત્યાંથી ખસી ગયા હતા, અને અન્ય પ્લેટફોર્મ તરફ જતાં રહ્યા હતા. પરંતુ આ ઉતાવળમાં તેઓ ટ્રેક નજીક જ અંદાજે 5 કિલો વજનનો લોખંડનો હથોડો ટ્રેક ઉપર જ ભૂલી ગયા હતા. ત્યારબાદ ટ્રેન તે ટ્રેક ઉપરથી પૂરઝડપે પસાર થઈ હતી. ટ્રેન જ્યારે મોટા વજનદાર હથોડા પરથી પસાર થઈ, ત્યારે ટ્રેન સાથે કોઈ દુર્ઘટના ન થઈ એ તો સદભાગ્યની વાત છે. પરંતુ પ્લેટફોર્મ પર ઉભેલા એક મુસાફરને આ હથોડો ઉછળીને વાગી જતાં ગંભીર ઇજા થઈ હતી. આ કામદારો જે વજનદાર હથોડો ટ્રેક ઉપર ભૂલી ગયા હતા, તે જ્યારે ટ્રેનની ઝપટમાં આવ્યો ત્યારે ટ્રેનને તો કઈ નુકશાન થયું નહીં. પરંતુ આ હથોડો ફંગોળાઈને સ્ટેશન પર ઉભેલા એક મુસાફરને વાગ્યો હતો. આ હથોડો વાગવાના કારણે મુસાફરની છાતીની પાંસળી તૂટી જતાં ગંભીર ઇજા થઈ હતી, ત્યારે ઇજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક સારવાર અર્થે નવસારી બાદ વલસાડ હોસ્પિટલ ખસેડાયો હતો. આમ, નવસારી રેલવે સ્ટેશને રેલ્વે કર્મીઓની બેદરકારીના કારણે એક મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી.

Next Story