નવસારી: ભેંસલા ગામે મજુરી કામ કરતા બે યુવકોના ટ્રેનની અડફેટે કમકમાટી ભર્યા મોત,પોલીસે તપાસ શરૂ કરી

ટ્રેનની જોરદાર ટક્કર લાગવાથી મૃતદેહો એકદમ ક્ષતવીક્ષત હાલતમાં થઈ ગયાં હતા અને ઓળખવા પણ મુશ્કેલ બન્યા

New Update
નવસારી: ભેંસલા ગામે મજુરી કામ કરતા બે યુવકોના ટ્રેનની અડફેટે કમકમાટી ભર્યા મોત,પોલીસે તપાસ શરૂ કરી

નવસારીના બીલીમોરા નજીકના ભેંસલા ગામે મજુરી કામ કરતા બે યુવકોના ટ્રેનની અડફેટે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા નવસારીના બીલીમોરા નજીકના ભેંસલા ગામે શૈલેષ પટેલના મંડપ ડેકોરેશનના કામમાં મજુરી કામ કરવા આવેલા બે શ્રમજીવીઓ ચેતન ગાવીત અને પરિમલ કોટમાલ બંને પૈકી કોઈ યુવક કોઈ કારણસર બીલીમોરા નજીકના ભેંસલાખાડી પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પર આપઘાત કરવાના ઇરાદે ડાઉન લાઇન પરથી પસાર થતી દાદર બિકાનેર એક્સપ્રેસ સામેં ઉભો રહી ગયો હતો.

જ્યારે બીજો એક તેને બચાવવા માટે પ્રયત્નો કરતો હોય અચાનક ધસમસતી આવતી ટ્રેન સામે બંને આવી જતા બંને જણાને ટ્રેનની જોરદાર ટક્કર વાગતા બંને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. ટ્રેનની જોરદાર ટક્કર લાગવાથી મૃતદેહો એકદમ ક્ષતવીક્ષત હાલતમાં થઈ ગયાં હતા અને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા. આ ઘટનાની જાણ દાદર-બિકાનેર એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઇવરે અમલસાડ રેલવે સ્ટેશન સુપ્રિન્ટેનડન્ટને કરતાં તેમણે આ ઘટનાની જાણ બીલીમોરા રેલવે પોલીસ અને બીલીમોરા પોલીસને કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જ્યાં આ બને યુવકો જ્યાં કામ કરતાં હતાં તે શૈલેષભાઇ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમણે આ યુવકો તેમને ત્યાં મજૂરી કામ કરતાં હોવાનું જણાવ્યું હતું. રેલ્વે પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories