નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની 5 ફુટ ઉપર વહેતા જિલ્લા પ્રશાસને અંદાજિત 2,200 લોકોને સુરક્ષિત રીતે આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરી'ઝીરો કેઝ્યુલિટી'ના એપ્રોચ સાથે કામગીરી કરી બતાવી છે.
નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની 5 ફુટ ઉપરથી વહેતા અંદાજિત 2,200 લોકોને આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારી શહેરી વિસ્તારમાં રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ, દશેરા ટેકરી, રૂસ્તમવાડી, વિજલપોર મારૂતિનગર જેવા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અંદાજિત 1560 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે. જેમની ફુડ પેકેટની તથા આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ કરવામાં આવેલ છે.
નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામ રીતે રેસ્ક્યુ કરી સહિસલામત સુરક્ષિત સ્થાન ઉપર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, નવસારી ગ્રામ્ય તાલુકાના ગામડાઓમાં 664 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામા આવ્યું હતું. નવસારી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા પ્રશાસન દ્વારા 'ઝીરો કેઝ્યુલિટી'ના એપ્રોચ સાથે કામગીરી કરવામાં આવી રહી હોવાની તમામ માહિતી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ આપી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/08/new-thumblain-copy-copy-2025-07-08-21-20-48.jpg)