New Update
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ યોજેલ તિરંગા યાત્રાની X પ્લેટફોર્મ પર સરાહના કરી હતી.
પોરબંદરના બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો હતો.અને તિરંગા યાત્રા યોજીને દેશભક્તિનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ડુંગરની કઠીન કેડીઓને પાર કરીને 2090 ફૂટ ઉંચાઈએ આભાપરા ટેકરીએ તિરંગો લહેરાવ્યો છે. આ પ્રસંગને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બિરદાવ્યો હતો,અને x પ્લેટફોર્મ પર નેસના માલધારીઓ અને પોલીસ જવાનોની દેશભક્તિની મિશાલની સરાહના કરી હતી.
Latest Stories