/connect-gujarat/media/post_banners/0732cb7317d354b1fbf2f53a5dd6c8b6b03049c33745161142def071bbcf818f.jpg)
ભરૂચ જિલ્લા પોલીસ હવે નગરજનો માટે વિશેષ ભૂમિકા ભજવવા જઈ રહી છે. બોલીવુડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ નાયક ખૂબ પ્રચલિત થઇ હતી. આ ફિલ્મમાં મુખ્ય પ્રધાન સી.એમ દ્વારા પ્રજા સાથે સીધો સંપર્ક કેળવવા જાહેર સ્થળોએ સજેશન બોક્સ મુકવામાં આવ્યા હતા.
આ બોક્સમાં ફરિયાદ, રજૂઆત અને સૂચનોને આવકારવામાં આવ્યા હતા. જેનું ત્વરિત નિરાકરણ લાવી લોક સુખાકારી વધારવામાં આવી હતી, ત્યારે ભરૂચ પોલીસ દ્વારા પણ હવે શહેરનાઅલગ અલગ 5 સ્થળોએ સજેશન બોક્સ મુકાવામાં આવ્યા છે. આ બોક્સમાં વ્યક્તિ ઓળખ સાથે અથવા ઓળખ છુપાવીને પોલીસને હકીકતથી વાકેફ રાખી શકે છે. આ સાથે જ શહેરની સમસ્યાઓ હલ કરવામાં ભાગીદાર બની શકે છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યા બાદ IPS અધિકારી ડો. લીના પાટીલે પ્રથમ રાઉન્ડમાં કડક અધિકારી તરીકેની છાપ ઉભી કર્યા બાદ હવે એક કડક સ્વભાવના અધિકારીમાં રહેલા માનવતાવાદી વ્યક્તિત્વના દર્શન કરાવી રહ્યા છે. સામાન્ય લોકો પોલીસથી દૂર રહેવામાં જ પોતાની ભલાઈ સમજતા હોય છે, ત્યારે આવા કારણોસર ઘણીવાર આસપાસના વિસ્તારમાં અસામાજિક કે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં પણ લોકો આખો ફેરવી લેતા હોય છે. જોકે, હવે આ સજેશન બોક્સ મારફતે પોલીસ સુધી હકીકત પહોંચાડી સામાન્ય લોકોએ પોલીસ સ્ટેશન જવું પણ ન પડે તેવી ભરૂચ પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.