ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી દાવેદારી પરત ખેંચી છે. આમ હવે લોકસભા ચૂંટણી 2024માં પણ નીતિન પટેલે દાવેદારી પાછ ખેંચતા રાજકીય વિશ્લેષકો હવે નવા સમીકરણો માંડવા લાગ્યા છે. નીતિનભાઈ ચૂંટણી નહીં લડે તો ભાજપ મહેસાણાથી કોને મેદાનમાં ઉતારશે તેને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. રાજકોટ અને પોરબંદર સીટના ઉમેદવાર જાહેર કર્યા બાદ રૂપાણીના ચૂંટણી લડવાની વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને અને આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે.નીતિનભાઈએ લખ્યું કે, મેં મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને મહેસાણા લોકસભા સીટના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પરત ખેંચું છું. માનનીય નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માનુ છું.
નીતિન પટેલે મહેસાણા લોકસભા સીટ પરથી દાવેદારી પાછી ખેંચી, કહ્યું-કેટલાક કારણોસર મેં દાવેદારી કરી હતી
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી દાવેદારી પરત ખેંચી છે.
New Update