"નો ફ્લાય ઝોન" : ઇન્ડિયન નેવી એક્શનમાં... નેવલ ઇન્સ્ટોલેશનના 3 કિમી નજીક ડ્રોન ઉડાવવું નહીં..!

New Update
"નો ફ્લાય ઝોન" : ઇન્ડિયન નેવી એક્શનમાં... નેવલ ઇન્સ્ટોલેશનના 3 કિમી નજીક ડ્રોન ઉડાવવું નહીં..!
Advertisment

ગુજરાતમાં ભારતીય નૌસેના નેવલ ઇન્સ્ટોલેશનની આસપાસમાં 3 કિલોમીટરનો પરીઘ વિસ્તાર "નો ફ્લાય ઝોન" તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે, ત્યારે હવે અહી 3 કિલોમીટરના દાયરામાં ઉડતા ડ્રોનને ભારતીય નૌસેના દ્વારા તોડી નિષ્ક્રિય કરવામાં આવશે.

Advertisment

રાજ્યમાં ડ્રોનના ઉપયોગનું સંચાલન સમય સમયે થતા ફેરફાર સાથે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે. કોઈપણ પૂર્વનિર્ધારિત ઉડાન કામગીરીના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાં ડીજે સ્કાય વેબસાઇટ (www.dcga.nic.in) મારફતે નાગરિક ઉડ્ડયન મહાનિદેશક (DCGA)ની મંજૂરી મેળવવામાં આવે છે. આ મંજૂરી પત્રની એક નકલ ગુજરાત, દમણ અને દીવ નૌસેના વિસ્તાર હેડક્વાર્ટર સાથે સંબંધિત નૌસેના સ્ટેશનને સબમિટ કરવામાં આવે છે.

ભારતીય નૌસેના આ વિસ્તારોમાં અગાઉથી મંજૂરી લીધા વગર જો કોઈ પણ એરિયલ ડ્રોન અથવા માનવરહિત એરિયલ વાહન (UAV) ઉડાવવામાં આવે તો તેને જપ્ત અથવા નાશ કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે. આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારા ઓપરેટરો કાયદામાં આપવામાં આવેલી સંબંધિત જોગવાઈઓ અંતર્ગત કાનૂની કાર્યવાહી માટે જવાબદાર પણ રહે છે.

ગત તા. 26 જુલાઈના દિવસે મળેલ સમાચાર અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસમાં 3 ડ્રોન જોવા મળ્યા હતા. તો સાથે જ પૂંછ સેક્ટરમાં PIA લખેલ બલૂન જોવા મળ્યું હતું, જેની ઉપર પાકિસ્તાનનો ફ્લેગ પણ હતો, ત્યારે પોલીસે આ ડ્રોનને તોડી પાડ્યું હતું. જોકે, થોડા દિવસ અગાઉ જમ્મુ ડિવિઝનમાં 2 ડ્રોન જોવા મળ્યા હતા. અને સાથે કાશ્મીરમાં પણ 3 વાર ડ્રોન જોવા મળ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે આ ડ્રોનને તોડી પાડ્યું, ત્યારે તેમાં 5 કિલો IED લગાવેલો હતો, ત્યારે આ બનાવને ગંભીરતાથી લઈને હવે ગુજરાતમાં પણ ભારતીય નૌસેના નેવલ ઇન્સ્ટોલેશનની આસપાસમાં 3 કિલોમીટરના પરીઘ વિસ્તારને "નો ફ્લાય ઝોન" તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે. તમામ વ્યક્તિગત/નાગરિક ઉડ્ડયન એજન્સીઓને કોઈપણ કારણોસર આ ઝોનમાં તેમના હવાઈ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે જેથી હવે અહી 3 કિલોમીટરના દાયરામાં ઉડતા ડ્રોનને તોડી નિષ્ક્રિય કરવામાં આવશે.