"રાહત" : ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા પાલિકાને મળ્યું ડ્રેનેજ રોબોટિક મશીન

મહેસાણા નગરપાલિકાને મળ્યું રોબોટીક ડ્રેનેજ મશીન, સૌર ઊર્જા-રિચાર્જથી કામ કરતું પ્રથમ ડ્રેનેજ મશીન.

"રાહત" : ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા પાલિકાને મળ્યું ડ્રેનેજ રોબોટિક મશીન
New Update

મહેસાણા પાલિકાના સફાઈ કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગટરમાં 30 ફૂટ ઉંડેથી 2 ટન જેટલો કચરો કાઢી શકતું રોબોટીક ડ્રેનેજ મશીન પાલિકાને ફાળવવામાં આવ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર મહેસાણા પાલિકાને રૂ. 42.50 લાખની કિંમતનું આધુનિક મશીન મળ્યું છે.

ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ માટે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા નગરપાલિકાને સીએસઆર ઓથોરિટીએ રોબોટીક મશીન ફાળવ્યું છે. બેટરી અને સોલારથી સંચાલિત રૂ. 42.50 લાખનું રોબોટીક મશીન ભૂગર્ભ ગટરમાં 30 ફૂટ ઉંડે સુધી જામી ગયેલા મળને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી 2 ટન સુધીના મળને ઉપાડી શકે છે. આ રોબોટીક મશીન સતત 5 કલાક સુધી કામ કરી શકે તેવું આધુનિક મશીન છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ભૂગર્ભ ગટરની સફાઈ કરવા કામદારોને કુંડીમાં ઉતારી શકાતાં નથી. કુંડીઓ કચરાથી જામ થઈ જતા ગટર ઉભરાવવાની પણ સમસ્યા વધી છે, ત્યારે આ મશીન ખૂબ ઉપયોગી બનશે. આ મશીનની એ ખાસિયત છે કે, તે કુંડીમાં ગેસ હશે તો સાયરન વગાડી લોકોને એલર્ટ પણ કરશે. જેથી સફાઈ કરતાં કામદારોનું મોત થવાનું પણ જોખમ રહેશે નહીં, ત્યારે હવે આ મશીન મહેસાણા પાલિકાને ફાળવવામાં આવતા આગામી દિવસોમાં શહેરમાં ગટરની સફાઈ યોગ્ય રીતે કરી શકાશે. જેથી સામાન્ય લોકોની ગટર ઉભરવાની સમસ્યા આ રોબોટીક મશીનથી હલ થઇ જશે.

#Mehsana #Connect Gujarat News #solar energy #Mehsana Palika #Drainage Machine #Robotic Dranage Machine
Here are a few more articles:
Read the Next Article