Connect Gujarat
ગુજરાત

કચ્છ કે પોળો ફોરેસ્ટ નહીં પરંતુ, ગુજરાતનો આ જિલ્લો બન્યો પ્રિ-વેડિંગ માટેનું ફેવરિટ પ્લેસ…

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અત્યારના સમય પ્રમાણે હવે લગભગ બધા લોકો પ્રિ વેડિંગ ફોટો શુટ કરાવે છે

કચ્છ કે પોળો ફોરેસ્ટ નહીં પરંતુ, ગુજરાતનો આ જિલ્લો બન્યો પ્રિ-વેડિંગ માટેનું ફેવરિટ પ્લેસ…
X

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અત્યારના સમય પ્રમાણે હવે લગભગ બધા લોકો પ્રિ વેડિંગ ફોટો શુટ કરાવે છે, એવિ જ્ગ્યા પસંદ કરે છે કે જ્યાં કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણ હોય. પ્રિ વેડિંગ ફોટો શુટ માટે આવતા ફોટોગ્રાફર અને કપલ્સના કારણે સ્થાનિક લોકોની રોજગારીમાં વધારો થાય છે. દરેક કપલ ફોટોશૂટ માટે વિશેષ સ્થળની પસંગી કરે છે અને જે તે જગ્યાએ તેમના આયોજન મુજબ જ ફોટો અને વિડીયો શુટ કરાવે છે. આ કારણે સ્થાનિક વેપારીઓમાં ઘણો ફાયદો થાય છે. ત્યારે કચ્છ કે પોળો ફોરેસ્ટ નહીં પરંતુ નર્મદા જિલ્લો કપલ માટે લોક પ્રિય બન્યો છે.

નર્મદા જીલ્લામાં પણ લગ્ન શરૂ થતાં બજારો અને લગ્ન સાથે જોડાયેલ ધંધાને રોજગાર મળી રહ્યા છે. હાલ લગ્ન પહેલા વધી રહેલા પ્રિ વેડિંગ ફોટોસૂટના લીધે નર્મદા જીલ્લામાં અનેક સ્થળો પર ફોટોગ્રાફી વધી રહી છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર નર્મદા જિલ્લો પ્રિ વેડિંગ શુટ માટે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો નર્મદા કે જેને મિનિ કશ્મીર કહેવામા આવે છે. ત્યાં અત્યંત સુંદર વ્યૂ જોવા મળે છે. અહીં જંગલોની સાથે જ નદી નાળા અને ઝરણાઓએ નર્મદા જિલ્લાનું પ્રકૃતિક સૌંદર્ય વધાર્યું છે. ત્યારે અહીં હાલ લગ્ન પહેલા કરવામાં આવતા પ્રિ વેડિંગ ફોટો શુટ માટે આ જિલ્લો સૌ કોઈનો હોટ ફેવરિટ બન્યો છે.

Next Story