ગુજરાત મેડિકલ કાઉન્સિલની સૂચના, વિદેશમાં MBBS કરીને આવેલા ડોક્ટર્સ M.D. "PHYSICIAN” નહીં લખી શકે!

ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા એક અગત્યની નોટિસ જાહેર કરવામાં આવી છે. હવેથી વિદેશમાં MBBS કરીને આવેલા ડોક્ટર્સે M.D. "PHYSICIAN” કે ડોક્ટર ઓફ મેડિસિન નહીં,

doctor
New Update
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા એક અગત્યની નોટિસ જાહેર કરવામાં આવી છે. હવેથી વિદેશમાં MBBS કરીને આવેલા ડોક્ટર્સે M.D. "PHYSICIAN” કે ડોક્ટર ઓફ મેડિસિન નહીં, પણ ફરજિયાત MBBS જ લખવું પડશે. જો નિયમનું પાલન નહીં કરે તો તેની સામે લાઈસન્સ સસ્પેન્ડ કરવાની સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
Screenshot_2024-10-25-07-55-52-65_439a3fec0400f8974d35eed09a31f914
ભારત બહાર MBBS પાસ થઈને આવતા કેટલાક ડોક્ટર્સ (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (FMGS)), જે દેશની M.B.B.S.લાયકાતને સમકક્ષ ડીગ્રી ધરાવતા હોવા છતાં પોતે M.D. "PHYSICIAN” અથવા Doctor of Medicine લાયકાત ધારક હોવાનું લખી જાહેર જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે, તો આવા તમામ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (FMGs)એ ફક્ત M.B.B.S. જ લખવાનું રહેશે અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા તમામ એલોપેથિક ડોક્ટરોએ તેમના પ્રિસ્ક્રિપ્શન, લેટર પેડ/ રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે પર તેમને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા લાઇસન્સ નંબર ફરજિયાત દર્શાવવાનો રહેશે.તમામ એલોપેથિક ડોક્ટરોએ ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી લાઇસન્સ લેવું ફરજિ0યાત છે. અન્ય રાજ્યનું કે MCI/NMCનું રજિસ્ટ્રેશન/ લાઇસન્સ હોય છતાં ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન/ લાઇસન્સ લેવું ફરજિયાત છે.
#Gujarat #doctors #notification
Here are a few more articles:
Read the Next Article