હવે, ચોમાસું આપશે દસ્તક, ભારતના આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ..!

અમદાવાદમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
New Update

અરબી સમુદ્રમાં સર્જાયેલું તોફાન 'બિપરજોય' હવે ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. આગામી 24 કલાકમાં ભારતમાં તેની અસર દેખાવાનું શરૂ થઈ જશે. આ સાથે જ ભારતમાં ચોમાસાના પ્રવેશ પર પણ તેની અસર પડશે. સામાન્ય રીતે ચોમાસું અત્યાર સુધીમાં આવી જવું જોઈએ, પરંતુ આ વર્ષે ચોમાસાને લઈને સ્પષ્ટ તારીખ પર શંકા છે. તેની પાછળનું કારણ ચક્રવાત 'બિપરજોય' છે.

હવામાનની આગાહી કરતી એજન્સીઓએ જણાવ્યું કે, વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, ચક્રવાતી તોફાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, અને તેની ઝડપ વધી રહી છે. તેમણે કહ્યું કે, હવામાન પરિવર્તનને કારણે તે લાંબા સમય સુધી તેની તીવ્રતા જાળવી શકે છે. IMDએ મંગળવારે કહ્યું હતું કે, ચક્રવાતી તોફાન ચોમાસાની સ્થિતિને અસર કરે તેવી શક્યતા છે. IMDના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે, દક્ષિણ દ્વીપકલ્પમાં ચક્રવાતી તોફાન અને બંગાળની ખાડીમાં વિકસી રહેલા ઓછા દબાણના વાવાઝોડાને કારણે ઘણા ભાગોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે કહ્યું કે, 7થી 10 જૂન વચ્ચે ભારતમાં ચોમાસું દસ્તક આપી શકે છે. જોકે, આ વર્ષે ચોમાસાના આગમનને કારણે તારીખ ઘણી વખત બદલાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે, કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ચક્રવાતી તોફાન તા. 12 જૂનની આસપાસ નબળું પડવાનું શરૂ કરશે. ભારતના દક્ષિણી રાજ્યોમાં વરસાદ પડી શકે છે. કર્ણાટક, તેલંગાણા, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિત દક્ષિણના કેટલાક રાજ્યોમાં બુધવારે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂને લગભગ 7 દિવસના ઘટાડા અથવા વધારા સાથે કેરળમાં પ્રવેશ કરે છે. તે જ સમયે, મેના મધ્યમાં, IMDએ કહ્યું હતું કે, ચોમાસું તા. 4 જૂન સુધીમાં કેરળ પહોંચી શકે છે. ચોમાસુ ગયા વર્ષે તા. 29 મે, 2021, તા. 3 જૂન, 2020, તા. 8 જૂન, 2019 અને 2018માં તા. 29 મેના રોજ ભારતમાં પહોંચ્યું હતું.

#India #ConnectGujarat #Monsoon #Rain
Here are a few more articles:
Read the Next Article