હવે પરસોત્તમ રૂપાલાનું શું થશે? ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ, સમાજ ઉમેદવાર બદલવાની માંગ પર અડગ

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે.

New Update
હવે પરસોત્તમ રૂપાલાનું શું થશે? ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ, સમાજ ઉમેદવાર બદલવાની માંગ પર અડગ

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. આ અંગે ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ હતી. આજે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી. જોકે, એ પહેલાં રાજપૂત સમાજની કોર કમિટીની એસજી હાઇવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી. રાજકોટથી પદ્મિનીબા વાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે ચાર મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યા હતા. આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માંગ કરી હતી.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, આજે અમે કોર કમિટી સાથે બેઠક કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાએ 30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. અમે બાબતો કોર કમિટી સમક્ષ રજૂ કરી છે. બધાએ રજૂઆત કરી છે. બધાની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે તેમ કહ્યું છે. આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે. તે અમને મંજૂર નથી એમ કોર કમિટીએ કહ્યું છે, અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories