Connect Gujarat
ગુજરાત

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યો

આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યો

X

શ્રાવણના અંતિમ સોમવાર અને શ્રાવણ વદ અગિયારસ ના પવિત્ર દિવસે

આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો..

શ્રાવણના પવિત્ર દિવસે વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવેલ, પ્રભાસ પાટણમાં વૈષ્ણવોની 84 પૈકી 65 મી બેઠકજી આવેલ છે, જ્યા ભગવાન સોમનાથ વલ્લભાચાર્ય પાસે શ્રીમદ્ભાગવતજીનુ શ્રવણ કરતા હતા, આ પાવન ભૂમિ હરિહરની છે, જ્યા ભક્તો હરિ અને હર ને ખુબ ભાવપુર્ણ રીતે પૂજે છે. આજરોજ ભગવાન શિવનો પ્રીય શ્રાવણ માસ અને શ્રી કૃષ્ણના પ્રીય અગીયારસ પર્વે વૈષ્ણવ શૃંગાર કરવામાં આવેલ હતો, સ્કંદ પુરાણમાં કહેવાયુ છે કે शिवस्य ह्रदयं विष्णुं विष्णोश्च ह्रदयं शिवः । ભગવાન શિવના હ્રદય સ્થાનમાં વિષ્ણુ ભગવાન બીરાજમાન છે, તેવી જ રીતે વિષ્ણુ ભગવાનના હ્રદયમાં શિવ બીરાજમાન છે, જે શ્લોક બંન્ને દેવો વચ્ચેનો ગાઢ પ્રેમ દર્શાવે છે. આજે વૈષ્ણવ દર્શન શૃંગારમાં ભગવાન સોમનાથ જીને શ્રીનાથજીનુ મુખ લગાવવામાં આવેલ, સાથે જ પ્રતિમા સ્વરૂપે વલ્લભાચાર્યજી, યમુનેમહારાણીજી શૃંગારમાં રાખવામાં આવેલ. પીળા અને કેસરી ગલગોટા ગુલાબ પાંખડીઓ અને વિવિધ હાર થી હરિહરનો સમન્વય એવો વૈષ્ણવ દર્શન શૃંગાર ખુબ જ અલૌકીક હતો. જેના દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા.

આજરોજ શ્રાવણના ચતુર્થ એવં અંતિમ સોમવારે 28 ધ્વજાપુજા, 41 સોમેશ્વર મહાપુજા, અને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ 1129 જેટલા શિવભક્તોએ લીધેલો હતો, જેમા આજ રોજ 23,709 યજ્ઞ આહુતિ મહામૃત્યુંજય યજ્ઞની આ પાવન ભૂમિ માં આપવામાં આવી હતી. જેમાં આજદિન સુધી 12,800 થી વધુ ભક્તોએ લાભ લીધ 2.68 લાખ થી વધુ યજ્ઞ આહુતિ શ્રાવણ માસ માં આ પાવન સ્થાન માં ભગવાન સોમનાથ જીને અર્પણ કરવામાં આવી હતી. સાયં આરતી સુધીમાં એક અંદાજ અનુસાર 50,000 થી વધુ ભક્તો એ આજરોજ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story